ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પ સેન્ટર રાખવામાં આવ્યું છે, જેમાં કોઈ વિદ્યાર્થીને કોઈ મૂંઝવણ હોય તો તેના જવાબ આપવામાં આવે છે, જ્યાં અનેક વિદ્યાર્થીઓ સમસ્યા લઈને આવ્યા હતા. જેમાં સૌથી વધુ સમસ્યા રજિસ્ટ્રેશન ફી ભરાતી નથી અથવા ભરી છતાં જમા થઈ ન થઈ હોવાની ફરિયાદો હતી.
વેરિફિકેશનમાં પણ ઓફલાઇન હોવા છતા કેટલીક કોલેજ નેટ બંધ હોવાનું કહીને વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં મોકલે છે. કોમર્સ અને આર્ટસમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ૧૨૫ રૂપિયા ફી ઓનલાઇન ભરવાની રહે છે. વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફી તો ભરી પરંતુ કેટલાકને ઓનલાઇન ભરેલી ફી કપાઈ ગઈ છતાં યુનિવર્સીટીમાં જમા નથી થઈ જેના કારણે આગળની કાર્યવાહી કરી શક્યા નથી અને રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું હોવાથી હવે લોક થઈ ગયું છે જેથી વિદ્યાર્થીઓ કઈ કરી શકતા નથી. જ્યારે હેલ્પ સેન્ટર પર આ ફરિયાદ કાર્વક આવી તો તેમાં ચેક કરવામાં આવ્યું તો જેની ફી જમા થઈ તેની આગળની પ્રક્રિયા થઈ શકી જેની જમા નથી થઈ તેને બેંકમાં મોકલવામાં આવે છે.
મોહિત અગ્રવાલ નામના વિદ્યાર્થીએ ફી ભરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ના ભરાતા ૨૪ કલાક બાદ પ્રયત્ન કરવા કહ્યું ત્યારે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ હોવાથી ફોર્મ જ લોક થઈ ગયું જે સમસ્યા લઈને ગયો તો તેને કહેવામાં આવ્યું કે હવે બીજા રાઉન્ડમાં પ્રયત્ન કરજો. આકાશ ઓડ નામનો વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઓફલાઇન ગયો તો તેને હેલ્પ સેન્ટર પરથી કહેવામાં આવ્યું કે ઓનલાઇન જ થશે તો તે વિદ્યાર્થી વેરિફિકેશન માટે ધક્કા ખાઈ રહ્યો છે.એક વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ પાછળથી કઢાવીને લાવ્યો ત્યારે તે વેરિફિકેશન કરાવવા ગયો તો તેનું ફોર્મ જ લોક થઈ ગયું હતું, જેથી બીજા રાઉન્ડનું કહેવામાં આવ્યું હતું. એડમિશન પ્રક્રિયામાં અનેક સમસ્યા સર્જાય છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી.ખાનગી યુનિવર્સિટીમ એડમિશન પ્રક્રિયા પુરી થઈ અને અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સીટીમાં હજુ રજિસ્ટ્રેશનના પણ ઠેકાણા નથી.વિદ્યાર્થીઓને જ્યારે ધક્કા ખાવા પડે ત્યારે વિદ્યાર્થીઓ પણ એક તબક્કે સરળતાથી એડમિશન મળે તે રીતે ખાનગી યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરવાનો વિચાર કરે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી ગુજરાત યુનિવર્સિટી એડમિશન માટે અનેક ધક્કા ખાઈ રહ્યા છે અને એક કોલેજથી બીજી કોલેજ દોડી રહ્યા છે.ગુજરાત યુનિવર્સીટીમાં એડમિશન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જેમાં અત્યારે રજિસ્ટ્રેશન જ ચાલુ છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે અનેક વિદ્યાર્થીઓએ ફી ભરી છે, પરંતુ ફી યુનિવર્સિટીમાં જમા ના થતા વિદ્યાર્થીઓએ ધક્કા ખાવા પડી રહ્યા છે. તો બીજી તરફ ઓફલાઈન વેરિફિકેશન હોવા છતાં હેલ્પ સેન્ટર પરથી ઓનલાઈન વેરિફિકેશન કરાવવાનું કહેતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.