આઇઆઇએમ અમદાવાદને ભારતની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ તરીકે માન્યતા આપવામાં આવી છે, ફાઇનાન્સિયલ ટાઇમ્સ (એફટી) રેન્કિંગ ૨૦૨૨ અનુસાર, એચઇસી પેરિસને વિશ્વભરમાં મેનેજમેન્ટ અને સંબંધિત વિષયો માટે બેસ્ટ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન તરીકે જાહેર કરાઇ છે. ટોચની ૫૦ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન સ્કૂલો બે બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છેઃ પર્સનલ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ઓપન એક્ઝિક્યુટિવ એજ્યુકેશન. બે ભારતીય સ્કૂલ ટોપ ૫૦માં સામેલ છે,જેમાં આઈઆઈએમ અમદાવાદનો રેન્ક ૩૯ અને આઈઆઈએમ બેંગ્લોરનો રેન્ક ૪૫ છે.
ઓપન અને બિસ્પોક એક્ઝિક્યુટિવ એજ્યુકેશન કેટેગરીમાં, ભારતીય બી-સ્કૂલો વધુ છે. ઓપન કેટેગરીમાં પણ આઇઆઇએમ અમદાવાદે એક્ઝિક્યુટિવ એજ્યુકેશનમાં ટોચનું રેટિંગ જાળવી રાખ્યું છે- રેન્ક ૪૭ આઈઆઈએમ અમદાવાદ, રેન્ક ૫૯ આઈઆઈએમ કલકત્તા અને રેન્ક ૬૦ આઈઆઈએમ બેંગ્લોર. આઇઆઇએમબી બેંગ્લોર (આઇઆઇએમબી)માં માર્કેટિંગના પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સના ચેરપર્સન જી. શૈનેશ કહે છે કે, જેમ જેમ આપણે રોગચાળામાંથી બહાર આવીએ છીએ, તેમ અમારા માટે ફરીથી સ્થાપિત થવાનો અને એક નવો અધ્યાય લખવાનો સમય આવી ગયો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સનું વૈશ્વિક રેન્કિંગ અમારા એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સને વધુ સારો બનાવવા માટે આદર્શ પ્રેરણા સમાન છે.
રોગચાળાએ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન સહિત તમામ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સને ડિજિટલ બનવાની પ્રેરણા આપી છે. ૫૦થી વધુ એમઓસી (મેસિવ ઓપન ઓનલાઇન કોર્સિસ) ઉપલબ્ધ હોવાને કારણે, આઇઆઇએમબી ડિજિટલ લર્નિંગ ફિલ્ડમાં પહેલેથી જ અગ્રેસર છે. આઇઆઇએમબી લાઇવ, ઓનલાઇન ક્લાસીસ ઓફર કરનાર પ્રથમ સંસ્થાઓમાંની એક હતી. આઇઆઇએમબીના એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સના ચીફ પ્રોગ્રામ ઓફિસર મદન મોહન રાજના જણાવ્યા અનુસાર ડિજિટલ લર્નિંગ કુશળતાથી આઇઆઇએમબી ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક લોકો સુધી પહોંચી શકે છે.