વર્ષ ૨૦૧૭-૧૮ના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં સરકારી વિભાગો અને સરકાર સહાયક સંસ્થાઓમાં નિવૃત થતા કર્મચારીઓની સંખ્યા વધુ છે.
બીજી બાજુ નિવૃત થઈ ગયેલ કર્મચારીઓને પેન્શન તથા અન્ય લાભ આપવા સરકાર પર નાણાંકીય બોજ વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ના અંતે ગુજરાતમાં ૧૫,૨૩૯ કર્મચારીઓ નિવૃતિ લેશે, જેના પગલે નિવૃત કર્મચારીઓની સંખ્યા વધીને ૪,૩૮,૨૫૮ થશે. જોકે, વર્ષ ૨૦૧૮-૧૯માં નિવૃત કર્મચારીઓની સંખ્યા વધીને ૪,૫૦,૫૦૯ થઇ જશે. નિષ્ણાતોનું માનવું છે કે, નિવૃત થતા કર્મચારીઓનેને પેન્શન સહિતના લાભો આપવાને લીધે સરકારી તિજોરી પર નાણાંકીય ભારણ વધી રહ્યુ છે
જેમ કે, વર્ષ ૨૦૧૫-૧૬માં પેન્શનરો માટે રૂ.૯૯૬૩ કરોડ ખર્ચાયા હતાં જયારે વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૧૧૩૦૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સરકાર હવે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૧૨૮૪૮ કરોડ ખર્ચ કરશે. વર્ષ ૨૦૧૮-૧૯માં તો આ ખર્ચ રૂ. ૧૪૯૯૦ કરોડ થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં પેન્શનરને સરેરાશ વાર્ષિક રૂ. ૨.૪૪ લાખ ચૂકવાયા હતાં જે હવે વધીને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨.૯૫ લાખ ચૂકવાશે. વર્ષ ૨૦૧૮-૧૯માં પેન્શનરને વાર્ષિક રૂ. ૩.૩૩ લાખ ચૂકવાય તેવો અંદાજ સેવાઇ રહ્યો છે.