વર્તમાન સમય માં આપણે આરોગ્ય, માનસિક શાંતિ અને વાસ્તવિક સુખ જેવી અત્યંત મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ભૌતિક સુખો પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જૂના જમાના માં, સ્વાસ્થ્ય એ વ્યક્તિ પાસે સૌથી મોટી સંપત્તિ માનવામાં આવતું હતું અને કોવિડ-19 એ ફરી એકવાર આપણને સમજાવ્યું છે કે માત્ર સારી રોગપ્રતિકારક શક્તિ અને સ્વસ્થ શરીર જ આપણને આ ઘાતક વાયરસ થી બચાવી શકે છે. આ મહામારી માં આપણા માથી કેટલાય લોકો ને ઘણું બધું સહન કરવું પડ્યું, પોતાની આર્થિક અને સામાજિક પોઝિશન સારી હોવા છતાં ઘણું બધું ગુમાવવું પડ્યું, માટે જ આપણે સૌએ દ્રઢતા પૂર્વક માનવુજ પડશે કે આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને વિકસિત કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી, રોગપ્રિકારક શક્તિ વધારવામાં આપણો ખોરાક મહત્વનો ભાગ ભજવે છે, મોટા ભાગના આરોગ્ય એક્સપર્ટ નું માનવું છે કે આપણે જે પ્રકાર નો આહાર લઈએ છે શરીર ની રોગપ્રતિકારક શક્તિ તેજ પ્રમાણે વિકસિત થાય છે, જો આપણે આહાર માં શુદ્ધ ગુણવત્તા સાથે પ્રોસેસ કરેલો ખોરાક લઈશું તોજ આપણે તમામ પ્રકાર ના રોગ ની સામે ટકી શકીશું. હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે ફળ અને શાકભાજી જેવી વસ્તુ તો આપણે ઓર્ગેનિક પસંદગી દ્વારા શુદ્ધ મેળવી શકીએ છીએ તો શું રસોડા માં વપરાતી પ્રોસેસ પેકિંગ માં મળતી ખાદ્ધ વસ્તુ ની ખરાઈ પ્રત્યે કોના પર વિશ્વાસ મૂકી શકાય…? કારણ કે રાસાયણિક અને આર્ટફિશિયલ વસ્તુ ના ભેળસેળ ને કારણે હૃદયની સમસ્યાઓ, બ્લડ કેન્સર, સ્તન કેન્સર, અકાળે વૃદ્ધત્વ વગેરે જેવા અનેક જીવલેણ રોગોની શક્યતા રહે છે. ખુબજ મૂંઝવણ ભર્યા આ પ્રશ્ન ના જવાબ રૂપે એક નામ આપણી સમક્ષ આવી રહ્યું છે “અલ ઝીદાન”
અલ ઝીદાન લિમિટેડ આપના સમક્ષ રજૂ કરી રહ્યું છે કોઈપણ પ્રકાર ના કૃત્રિમ રસાયણો અને આર્ટફિશિયલ નાં મિશ્રણ વગર ૧૦૦% શુદ્ધ પ્રોસેસ ની પ્રક્રિયા સાથે સ્વચ્છતા અને તેના મૂળ ગુણ ધર્મ ની ખાતરી સાથે ના FMCG પ્રોડક્ટ્સ જે તેના ઉત્પાદન કરતા પાસે થી સીધા ગ્રાહક ના વપરાશ માટે પહોંચી શકે.અલ ઝિદાન લિમિટેડ ની દરેક પ્રોડક્ટ્સ ભારતીય, અમેરિકન અને બ્રિટન ના ગુણવત્તા ધોરણો હેઠળ પ્રમાણિત છે, સાથે પ્રખ્યાત આરોગ્ય એક્સપર્ટ દ્વારા સ્વાસ્થ્ય હેતુ દેખરેખ હેઠળ તેનું પ્રોસેસ અને પેકિંગ કરવામાં આવે છે.
આ સાથ જ જણાવવાનું રહ્યું કે અલ ઝીદાન લિમિટેડ એ અલ ઝીદાન ગ્રુપ ઓફ કંપની નો એક ભાગ છે, જે માર્કેટ માં છેલ્લા ૨૨ વર્ષ થી અલ મંજલ જ્વેલર્સ અને અલ દિનાર ફેશન પ્રા.લી. ના માધ્યમ થી ગ્રાહકો નો વિશ્વાસ કેળવવામાં સફળ રહ્યું છે. અલ ઝીદાન ગ્રુપ નુ આ સ્વાસ્થ્ય લક્ષી સાહસ દરેક રસોડા સુધી પોહચી FMCG ઉત્પાદન નાં ક્ષેત્ર માં અગ્રણી કંપની તરીકે ઓળખાશે.