ચીન : ચીનમાં ફરીથી કોરોનાના કારણે પરિસ્થિતિ ફરીથી બગડતી જઈ રહી છે. અહીં ૨૦૨૦ બાદથી સૌથી ખરાબ સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે. સતત કોરોના કેસ વધવાના કારણે ચીનના ઘણા ભાગોમાં મેડિકલ સંસાધનોની અછત અનુભવાઈ રહી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી સપ્તાહમાં ચીનની સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ હજુ પણ વધી શકે છે. છેલ્લા ૧૦ અઠવાડિયામાં ચીનમાં ૧૪૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોનના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં ચીનને ઘણા શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. આશંકા સેવવામાં આવી રહી છે કે ચીનની અર્થવ્યવસ્થા ઉપર પણ તેની માઠી અસર પડી શકે છે. ચીનના કેટલાંક ભાગોમાં પહેલાથી જ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જાેકે અહીં લોકોને ટેસ્ટ માટે મારામારીથી ઝઝૂમવું પડી રહ્યું છે. એટલું જ નહીં, ચીનની કડક ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલિનની હોસ્પિટલોમાં ક્વોરેન્ટાઇનિંગ માટે જગ્યા ઓછી પડી રહી છે. એવી સ્થિતિમાં લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે અહીં કોરોનાને રોકવા માટે માત્ર ૨-૩ દિવસનો મેડિકલ સપ્લાય ઉપલબ્ધ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના એપિડેમિયોલોજીના પ્રોફેસર ચેન ઝેંગમિનને જણાવ્યું હતું કે, આગામી બે અઠવાડિયા તે નિર્ધારિત કરવા માટે મહત્વપૂર્ણ છે કે પ્રતિબંધ સહિત ઉઠાવવામાં આવી રહેલા હાલના કદમ શું સંક્રમણ રોકવા માટે પર્પાપ્ત છે. શું છેલ્લા વર્ષની જેમ આ વખતે પણ આ પગલાં પછી શહેરમાં કેસ ઘટી શકે છે. ચીન કોરોના વિરુદ્ધ ‘ઝીરો કોવિડ પોલિસી’ અપનાવે છે. તેમાં, સંક્રમિતોની ઓળખ કરવામાં આવે છે, પછી તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. ચીનમાં લગભગ ૯૦% વસ્તીએ કોરોનાની રસી મેળવી લીધી છે. જાે કે, ચાઇનીઝ નિષ્ણાતો દાવો કરે છે કે, વૃદ્ધોને હજુ બૂસ્ટર ડોઝ મળ્યો નથી, જેના કારણે સંક્રમણ અને મૃત્યુનું જાેખમ ઊભું થયું છે. તે પણ સ્પષ્ટ નથી કે ચીનની રસી ઓમિક્રોનને રોકવામાં કેટલી અસરકારક છે. ચીનના ઘણા શહેરોમાં લોકડાઉનને કારણે લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. ૧૭ મિલિયનની વસ્તી ધરાવતા શેનજેનમાં લોકોને કહેવામાં આવ્યું છે કે ઘરનો એક જ સભ્ય બે કે ત્રણ વખત જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકે છે. શેનજેનના લોકોએ આ પ્રતિબંધો પર સવાલ ઉઠાવ્યા છે. શેનજેનના રહેવાસી પીટર કહે છે કે આ રીતે ઓમિક્રોનનો સામનો કરવો યોગ્ય નથી. તેમણે કહ્યું, અમે વિદેશમાં જાેયું છે કે ઓમિક્રોન શરદીની જેમ છે. તેનાથી ઘણા લોકો સાજા થયા છે. તો પછી આપણને શા માટે કેદ કરવામાં આવે છે? શાંઘાઈમાં ૨૧ માર્ચ અને ૧ મે વચ્ચે નિર્ધારિત ૧૦૬ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અન્ય ચીની શહેરોમાં ડાયવર્ટ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. ચાંગચુનમાં પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more