કવિતા એટલે કોઈ પણ વાતને રચનાત્મકતા આપીને પ્રાસ બેસાડીને દર્શાવાતો પદ્યનો પ્રકાર
કવિતા એટલે બોરિંગ નિબંધ કે લેટરને અલંકારિત રીતે ગોઠવણી કરીને પીરસાતી લાગણી
કવિતા એટલે કોઈના માટે વેવલાવેડા તો કોઈના માટે અભિવ્યક્તિનું પ્લેટફોર્મ
કવિતા એટલે ઘણા લોકોનું મેચમેકિંગ અને ઘણાં લોકોનાં તૂટેલા હૃદયનાં તાર
કવિતા એટલે ભાષાની સમૃદ્ધિ અને કવિતા એટલે કલાકારનું સર્જન
કવિતા એટલે પ્રેમ અને કવિતા એટલે વિરહ પણ
દરેક વ્યક્તિ માટે જીવનમાં કોઈને કોઈ સમયે અલગ અલગ પ્રકારે કવિતા બનતી હોય છે. દરેકને કવિતા દિવસની ખૂબ ખૂબ શુભકામના…