વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા થોડાક વર્ષો પહેલા યોગને માન્યતા આપી દેવામાં આવ્યા બાદ યોગનાકારોબારનુ કદ સતત વધી રહ્યુ છે. બીજી બાજુ યોગના રહેલા ફાયદા પણ લોકોની સામે આવી રહ્યા છે. હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે વધતી વયમાં આર્થરાઇટિસના ખતરાને પણ યોગ ઘટાડી દે છે. આર્થરાઇટિસની સારવાર વેળા ખાવા પીવાની ચીજોથી લઇને સાવધાની રાખવાની તાકીદની જરૂર હોય છે. નિષ્ણાંતોની સલાહથી જીવનશેલી બદલીને આગળ વધી શકાય છે. નિયમિત યોગની કસરત કરવાથી ખુબ ફાયદા થાય છે. જો કે કેટલાક લોકો માને છે કરે માંસપેશિઓ અને જોડમાં દુખાવાની ફરિયાદ અને સમસ્યા વધતી વયની સાથે થાય છે. જો કે આ પ્રકારની વિચારધારા ખોટી છે. ભાગદોડની લાઇફમાં યુવાનો પણ આ બિમારીના સકંજામાં આવી રહ્યા છે. પીડા અને દુખાવાની સ્થિતી એવી હોય છે કે વ્યક્તિ માનસિક રીતે તુટી જાય છે. આનાથી રાહત મેળવી લેવા માટે યોગ ક્રિયાઓ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
આનાથી બચવા માટે કેટલાક યોગની સલાહ નિષ્ણાંત લોકો આપે છે. જેમાં શવાસન, સહિતના યોગ સામેલ છે. આર્થરાઇટિસની મન અને શરીર પર સીધી રીતે અસર થાય છે. તેમાં પીડામાં ઘટાડો થાય તે જરૂરી છે. વધતી જત વયની સાથે સાથે આર્થરાઇટિસની સમસ્યાથી બચવા માટે કેટલાક પ્રયોગો કરી શકાય છે. આ સમસ્યાથી દુર રહેવા માટે યોગની નિયમિત પ્રેકટીસ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. વધતી વયની સાથે યોગ કરવામાં આવે તો સીધો ફાયદો થાય છે. ભારતના પ્રયાસોના કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોગ દિવસને માન્યતા આપવામાં આવી હતી. આના માટે ૨૧મી જુનની પસંદગી કરવામાં આવી કારણ કે તે દુનિયાના મોટા ભાગના હિસ્સામાં સૌથી લાંબા દિવસ તરીકે રહે છે. મોદીએ યોગને પણ દરરોજના જીવના એક હિંસ્સા તરીકે બનાવી લેવા મોદીએ અપીલ કરી હતી.