કાર્તિક આર્યન અને સારા અલી લવ આજ કલ-૨ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મમાં સારા અલી ખાન અને સારા અલી ખાન કામ કરી રહ્યા છે. ફિલ્મ આગામી વર્ષે ૧૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ઉપરાંત હવે ભુલ ભુલૈયાની સિક્વલ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૦૭માં આ ફિલ્મ રજૂ કરવામાં હતી. જેમાં વિદ્યા બાલનની ભૂમિકા પડકારરૂપ હતી. કાર્તિક તેની સારા અલી ખાન સાથેની ફિલ્મ લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. ફિલ્મની પટકથાને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. કાર્તિક બોલિવુડમાં ઓછી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે. ઉભરતા સ્ટાર કાર્તિકનુ નામ હાલમાં બોલિવુડમાં ચારેબાજુ છવાયેલુ છે.
કેટલાક લોકો તો તેને યુવા દિલોની ધડકન તરીકે ગણે છે. કેટલાક મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે પણ તેને ગણે છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી ગ્લેમરની દુનિયામાં પહોંચેલા આર્યનને શરૂઆતના દિવસોંમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેને શરૂઆતમાં કોઇ સારી ફિલ્મો મળી રહી ન હતી. સ્ટારડમથી પહેલા તે સંઘર્ષ કરતો રહ્યો હતો. જો કે ગયા વર્ષે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ રજૂ કરવામા આવ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે તમામ સારી ફિલ્મો આવી રહી છે. તેનુ કહેવુ છે કે સાત વર્ષના ગાળા બાદ તેને સારી સફળતા મળવા લાગી છે. તેનુ કહેવુ છે કે અનન્યા સાથે તે એક ફિલ્મ કરી રહ્યો છે જેના કારણે તેને વર્ક ફ્રન્ટ પર મળ્યો છે. અનન્યાની ખુબસુરતીની પ્રશંસા કરતા તે થાકતો નથી. તેનુ કહેવુ છે કે સારા એક વખત કહી ચુકી છે કે તે આર્યનની સાથે ડેટ પર જવાનુ પસંદ કરે છે.
કાર્તિક પાસે કોકટેલ-૨ ફિલ્મ રહેલી હોવાનુ જાણવા મળ્યુ છે. સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે કામ કરીને ખુશ છે. તેની લાંબા ગાળાની ઇચ્છા પૂર્ણ થઇ છે. તે ઘણા સમયથી કાર્તિક સાથે કામ કરવા માટે ઇચ્છુક હતી. હવે લવ આજ કલ-૨ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં છે.