મોડી રાત સુધી જાગવાની ટેવ છે તો હવે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે મોડી રાત સુધી જાગવાની ટેવના કારણે વહેલી તકે મોતની આશંકા ૧૦ ટકા સુધી વધી જાય છે. જો તમે લાંબી જિંદગી જીવવા માંગો છો અને માનસિક તાણને દુર રાખવા માટે ઇચ્છો છો તો વહેલી તકે રાત્રે બિસતરમાં ઘુસી જવાની ટેવ પાડવી પડશે. એક રિસર્ચમાં પણ આ બાબત સપાટી પર આવી ચુકી છે.
જેમાં કહેવામાં આવ્યુ છે કે જો લોકો મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડે સુધી ઉંઘતા રહે છે તેમનામાં વહેલી તકે ઉંઘી જવા ને જલ્દીથી ઉઠી જનાર લોકોની તુલનામાં મરવાની આશંકા ૧૦ ટકા વધારે રહે છે. બ્રિટનમાં ૩૮ વર્ષથી લઇને ૭૩ વર્ષના ચાર લાખ ૩૦ હજાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા રિસર્ચમાં કેટલીક બાબતો સપાટી પર આવી છે. ઇંગ્લેન્ડની સરે યુનિવર્સિટીના સંશોધક અને રિપોર્ટના સહ લેખક માલ્કમ વૈન શેટ્જ કહે છે કે આ લોકોના આરોગ્ય સાથે જોડાયેલા મહત્વના વિષય તરીકે છે. હવે આને નજર અંદાજ કરી શકાય નહી. શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધક અને રિપોર્ટના સહ લેખક ક્રિસ્ટન કહે છે કે રાતના ગાળામાં મોડે સુધી જાગનાર લોકોમાં શારરિક સમસ્યા વધારે રહે છે.
શોધમાં સામેલ કરવામાં આવેલા લોકોનુ કહેવુ છે કે આશરે ૨૭ ટકા લોકોએ પોતાને સંપૂર્ણ પણે સવારમાં કામ કરનાર વ્યક્તિ તરીકે ગણાવ્યા છે. બીજા ૩૫ ટકા લોકોએ મોટા ભાગે કામ સવારમાં અને કેટલુક કામ સાંજે કરનાર તરીકે ગણાવ્યા છે. બીજા ૨૮ ટકા લોકોએ કહ્યુ છે કે તેઓ સાંજે વધારે અને સવારમાં ઓછુ કામ કરે છે. જયારે નવ ટકા લોકો સંપૂર્ણપણે પોતાને સંપૂર્ણ પણે સાંજે કામ કરનાર તરીકે ગણે છે. શોધમાં આ પ્રકારના લોકોના વજન, ધુમ્રપાનની ટેવ, સામાજિક અને આર્થિક સ્થિતીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી આ રિસર્ચમાં સાઢા છ વર્ષના ગાળા દરમિયાન થયેલા મોતના મામલે અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન કુલ ૧૦ હજાર ૫૦૦ મોતનો આંકડો સપાટી પર આવ્યો હતો. શોધ કરનાર લોકોએ આંકડામાં અભ્યાસ કર્યા બાદ કહ્યુ છે કે જે ગ્રુપના લોકો રાત્રી ગાળામાં વધારે જાગતા હતા તેમાં મોતનો આંકડો વધારે છે. તેમનામાં વહેલી તકે ઉઠી જનાર અને વહેલ તકે બિસ્તરમાં ઘુસી જનાર લોકો કરતા મોતનો આંકડો દસ ૧૦ ટકા વધારે છે.
આની સાથે સાથે મોડી રાત સુધી કામ કરનાર લોકોમાં અન્ય કેટલીક સમસ્યા રહે છે. જેમાં ડાયાબિટીસ, પેટ અને શ્વાસ લેવાની તકલીફ, મનૌવૈજ્ઞાનિક વિકાર, ઓછી નિંદની સમસ્યા જોવા મળે છે. સાથે સાથે આ લોકો ધુમ્રપાન, શરાબ અને કોફીનો ઉપયોગ વધારે કરે છે. શોધમાં અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે આ લોકોમાં મોતનો ખતરો વધારે હોય છે. કારણ કે મોડે સુધી સુઇને ઉઠવાના કારણે તેમની બાયલોજિકલ ક્લોક પોતાના આસપાસના વાતાવરણના કારણે મેળ ખાતી નથી. ખાસ કરીને છાતીમાં દુખાવા અને કોરોનરી આર્ટેરી રોગ થઇ શકે છે.
આ અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંશોધકોએ નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન એક્ઝામિનેશન સર્વેમાં ભાગ લેનાર ૪૫ વર્ષની વયના ઉપરના ૩૦૧૯ દર્દીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની તારણો આપવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઓછી ઉંઘ લેનાર લોકોમાં સ્ટ્રોક અને હાર્ટઅટેકની સંભાવના રહે છે.