સુરતની અગ્રગણ્ય ફેશન ઇન્સ્ટિટ્યૂટ આઈ ડી ટી દ્વારા આયોજિત ગુજરાત કિડ્સ ફેશન વીક- ૨૦૨૦ કે જે આઈ ડી ટી દ્વારા દર વર્ષે મોટા પાયા પાર આયોજિત કરવામાં આવે છે , તેના ૨૦૨૦ ના સંસ્કરણ માં ઓડિશનનો પ્રથમ રાઉન્ડ આજે અહીં વેલેન્ટાઈનના ઓઝોન બેન્કવેટ માં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે પૂર્ણ થયો .આ શો અંતર્ગત લગભગ ૧૫ શાળાના ૪ થી માંડીને ૧૪ વર્ષની વય જૂથના આશરે ૧૫૦ જેટલા ભુલકાંઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો.
આ શોની ખાસ બાબત એ છે કે, ગુજરાત કિડ્સ ફેશન વીક -૨૦૨૦ના ફિનાલે (ફાઇનલ) માં દેશ ભરમાં આઈ ડી ટી ના ફેલાયેલા સેન્ટર ના ડિઝાઈનર અને આઈ ડી ટી ના ડિઝાઈનરએ તૈયાર કરેલા વસ્ત્રો ( ગાર્મેન્ટ્સ ) પહેરીને આ ભૂલકાંઓ રેમ્પ વોક કરશે , તેમજ આ ભુલકાંઓમાંથી જેમનો દેખાવ ઉત્કૃષ્ટ હશે તેમને મિસ પ્રિન્સેસ ગુજરાત અને મિસ્ટર પ્રિન્સ ગુજરાતના એવોર્ડ થી સન્માન કરવામાં આવશે.
આ શો માટે ફક્ત સુરતમાંથી જ નહીં પરંતુ અમદાવાદ , વાપી વિગેરે શહેરોમાંથી પણ નાના- નાના ભુલકાંઓએ ભાગ લીધો છે . બાળકોના આવા ફેશન શો ના આયોજન પાછળ આઈ ડી ટી નો મૂળ હેતુ એ રહ્યો છે કે , અગર ભૂલકાંઓ આ પ્રકારના શો માં ભાગ લે તો તે ભૂલકાં ની અંદર આત્મવિશ્વાસ જગાવી શકાય તેમજs તેનું વ્યક્તિત્વ નિખારી શકાય અને તેમનો સ્ટેજ ફિયર દૂર કરી શકાય . આ પ્રકારના આયોજન નો ક્રમ આઈ ડી ટીમાં ઘણા વર્ષો થી ચાલતો આવ્યો છે અને તેમને તેના ઉદ્દેશ્યની પરિપૂર્તિમાં ઘણી સફળતા મળી છે.
આ શો ના જ્યુરી તરીકે ટેપ ઈન ડાન્સ ના સોનમ શાહ તથા સપન શાહ એ તેમની સેવાઓ આપી હતી.
ગુજરાત કિડ્સ ફેશન વીક -૨૦૨૦ના પ્રથમ રાઉન્ડનું બીજું ઓડિશન આજ સ્થળે આવતા રવિવારે એટલેકે તારીખ ૧૫ મી ડિસેમ્બરે યોજાશે.