માત્ર ભારતમાં જ નહી બલ્કે સમગ્ર દુનિયામાં હવે ફેક હેલ્થ કન્ટેન્ટનુ દુષણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. જે ગંભીર ચિંતાની બાબત બની રહી છે. લોકો સરળતાથી તેના સકંજામાં પણ આવી રહ્યા છે. આ દુષણના ફેલાવવાને રોકવા માટે વિવિધ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા હોવા છતાં તેના પર કોઇ અસર જોવા મળી રહી નથી. ભારતમાં ફેક ન્યુઝ અને ફેક હેલ્થ કન્ટેન્ટને લઇને સમસ્યા જટિલ બની રહી છે. સોશિયલ મિડિયા હાલના દિવસોમાં એવા પ્લેટફોર્મ તરીકે છે જ્યાં અસલી અને નકસી કન્ટેન્ટ વચ્ચે અંતર કરવાની બાબત નિષ્ણાંત લોકો માટે પણ સરળ નથી. સોશિયલ મિડિયા પર આગની જેમ ફેલાતા બોગસ સમાચારના કારણે લોકો તેના પ્રભાવમાં આવી રહ્યા છે. પ્રભાવમાં આવીને લોકો તેમના આરોગ્ય સાથે ચેડા કરવાથી પણ ખચકાટ અનુભવ કરી રહ્યા નથી. હાલના સમયમાં જુદી જુદી બિમારીથી બચવા માટે ટિપ્પસ પણ ઝડપથી સોશિયલ મિડિયા પર ફોરવર્ડ થઇ રહ્યા છે. જેના ચક્કરમાં લોકો સરળતાથી આવી રહ્યા છે. ફેક ફોરવર્ડ ન્યુઝમાં દર્શાવવામાં આવી રહેલા ચમત્કારી ઇલાજ અને સારવારની રીત સાથે દર્દી તબીબો પાસે પહોંચે છે જેથી તબીબોની તકલીફ પણ વધી ગઇ છે. ફેક ન્યુઝમાં દર્શાવવામાં આવી રહેલી ચમત્કારિક સારવારની આશા સાથે તબીબોની પાસે પહોંચી રહેલા દર્દીના કારણે તબીબોની પરેશાની વધી ગઇ છે.
અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કેન્સર હોવાની બાબત સપાટી પર આવ્યા બાદ એ વખતે સોશિયલ મિડિયા પર કેન્સરથી બચવા માટે જુદા જુદા તરીકાનો ભરવો થઇ ગયો હતો. લોકો દ્વારા જુદા જુદા સુચન કરવામાં આવ્યા હતા. જુદી જુદી ટિપ્પસ આપવામાં આવી હતી. જેમ કે બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે ગરમીની સિઝનમાં કાળા રંગની બ્રા પહેરવી જોઇએ નહી. સુર્યના તાપમાં નિકળતી વેળા છાતીના હિસ્સાને સંપૂર્ણપણે ઢાકીને બહાર નિકળવામાં આવે. જે મહિલાઓની તમે કેર કરો છે તેને કોઇ ખચકાટ વગર ફોરવર્ડ કરવા કહેવામાં આવે છે. આને ટાટા મેમોરિયલ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીના રૂપમાં ઝડપથી વોટ્સ એપ પર ફોરવર્ડ કરવામાં આવે છે. ફેક ન્યુઝને લઇને અન્ય સમાચાર પણ આવતા રહે છે. કેન્સરની બિમારીને લઇને સૌથી કોમન ફોરવર્ડ બાયોપ્સી છે. બાયોપ્સીના કારણે શરીરમાં રહેલા ટ્યુમર કેન્સર બની જાય છે તેવી બાબત પણ ફેલાવવામાં આવે છે. મોટા ભાગના લોકો સામાન્ય રીતે આ પ્રકારે ફોરવર્ડ કરવામાં આવતા મેસેજ પર વિશ્વાસ કરી લેતા હોય છે. હ્લાર કે આ પ્રકારના ફોરવર્ડ મેસેજમાં કોઇ લોકપ્રિય હોસ્પિટલ અથવા તો તબીબ અથવા તો કોઇ સર્વે રિસર્ચનુ નામ બનાવટી રીતે જોડી દેવામાં આવે છે. આના કારણે લોકોને ફોરવર્ડ મેસેજ જોયા બાદ ખાતરી થઇ જાય છે કે ફોરવર્ડ મેસેજ જેને તેઓ વાંચી રહ્યા છે તે યોગ્ય જગ્યાએથી માહિતી આવી રહી છે.
બોગસ સમાચાર પર નજર રાખનાર વેબસાઇટ એચએમ હોક્સ સ્લેયરના કહેવા મુજબ મેડિકલ સાથે જોડાયેલા જેટલા પણ સંદેશા મોકલી દેવામાં આવે છે તે પૈકી ૨૫ ટકાથી વધારે બોગસ હોય છે. એકબાજુ આ પ્રકારના ફોરવર્ડ મેસેજ લોકોના આરોગ્ય માટે ખતરા તરીકે રહેલા છે. બીજી બાજુ તબીબો પણ આના કારણે ઓછા પરેશાન નથી. કોઇ પણ બિમારીને ઠિક કરનાર ટિપ્સ અથવા તો લોકોને સલાહ આપનાર મેસેજ બાદ દર્દી પોતે એવી ટિપ્પસને ફોલો કરે છે અને તેમને રહેલી બિમારીને વધારે ખતરનાક બનાવી દે છે. આ ઉપરાંત તબીબોની પાસે પહોંચીને સોશિયલ મિડિયા પર ફેક ફોરવર્ડ મેસેજની જેમ સારવાર કરવા માટેની સલાહ આપે છે. આરોગ્ય સાથે ચેડા કરનાર ફેક ન્યુઝ ફોરવર્ડથી બચવા માટે લોકોને સાવધાન થવાની જરૂર છે. હેલ્થની જેમ જ વોટ્સ એપ પર ફોરવર્ડ થનાર ફેક કન્ટેન્ટ પર બ્રેક મુકવા કંપની દ્વારા પણ શરૂઆત કરવામાં આવી છે.
કેટલાક લોકોને તો લાગે છે કે આવા મેસેજ પોતાના મિત્રો અને સંબંધીઓને મોકલીને સમાજસેવા કરી રહ્યા છે. એલોપેથિક તબીબોની કમી પણ આના માટે કારણ તરીકે છે. સરકારી આંકડા દર્શાવે છે કે ભારતમાં એક અબજની વસ્તી સામે માત્ર ૧૦ લાખ તબીબો છે. આના કારણે લોકોમાં જાણકારીનો અભાવ છે.