આધુનિક સમયમાં મોટા ભાગના લોકો ભાગદોડની લાઇફમાં વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરતા રહે છે. જો કે શરૂઆતથી જ કહેવામાં આવ્યુ છે કે એન્ટીબાયોટિક દવા શરીરના જુદા જુદા અંગોને ભારે નુકસાન કરે છે. દરેક દવાની અસર કરવાના તરીકા પણ જુદા જુદા હોય છે. સાથે સાથે સમય પણ અલગ અલગ હોય છે. ૧૮મી નવેમ્બરથી લઇને ૨૪મી નવેમ્બર વચ્ચેના ગાળાને એન્ટીબાયોટિક વીક તરીકે મનાવવામાં આવે છે. એન્ટીબાયોટિક દવાનુ કામ શરીરમાં થનાર ઇન્ફેક્શનને ખતમ કરવાનુ હોય છે. મોટા ભાગની બિમારીમાં માનવામાં આવે છે કે વ્યક્તિ જ્યારે તબીબોની સલાહ વગર કોઇ દવા લે છે ત્યારે એક ચોક્કસ સમય બાદ વ્યક્તિને તે રોગી બનાવી દે છે.
આ બાબતને ધ્યાનમાં લઇને દર વર્ષે એન્ટીબાયોટિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્ધેશ્ય લોકોમાં તબીબોની સલાહ વગર દવા ન લેવાનો રહે છે. નુકસાનના સંબંધમાં લોકોને જાગૃત કરવાનો પણ આની પાછળ હેતુ હોય છે. લાંબા સમય સુધી એન્ટીબાયોટિક દવાના ઉપયોગના કારણે શરીરમાં તેની અસર ધીમે ધીમે ઓછી થવા લાગી જાય છે. તે શરીરના બીજા અંગોને પણ નુકસાન કરવા લાગી જાય છે. તબીબો અને યુએનની સંસ્થા કહે છે કે તબીબોની સલાહ વગર ક્યારેય એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવો જોઇએ નહીં. દરેક દવાની અસર કરવાની પ્રકૃતિ જુદી જુદી હોય છે.
આધુનિક સમયમાં લોકો તબીબો પાસે સલાહ લીધા વગર એન્ટી બાયોટિક્સ દવા લેતા થયા છે. આ બાબતની નિષ્ણાંતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોએ કહ્યું છે કે તબીબોની જરૂરી સલાહ વગર કોઇ પણ દવા જાતે લઇ લેવાની બાબત ખતરનાક સાબિત થઇ શકે છે. તેની અનેક આડ અસર પણ થઇ શકે છે.