મિત્રો આપણે ગઈ યુગપત્રીમાં જોયું હતુ કે આત્મવિશ્વાસથી ભરેલ વ્યક્તિ એ સિંહ સમાન છે.એનાં અવાજમાં એક ખાસ રણકો હોય છે. એનું મનોબળ ખુબ મજબૂત હોય છે. એ નકારાત્મક વિચારોને પોતાની આજુબાજુ ફરકવા પણ દેતો નથી, મુશ્કેલીઓ સામે બાથ ભિડવામાએ પાછો પડતો નથી ને એટલે જ એનાં સફળ થવાની તક વધી જાય છે. પણ આ બધાં ગુણ એનામાં વિકસે પછી એનાં વ્યક્તિમાં શુ ફેરફાર થાય છે!? એનાં વિચારોમાં શું ફેરફાર થાય છે.!? એની આજુબાજુના વાતાવરણ પર એની કેવી અસર થાય છે એ આપણે હવે જોઈશું.
મિત્રો એકવાર કોઈ માણસ દિલથી એને જે જોઈએ છે એ મેળવવા માટે મહેનત કરવા લાગે છે પછી એ માણસની અંદર આળસ જેવું તત્વ સમાપ્ત થઈ જાય છે. એ હંમેશા મહેનત કરતો રહે છે. એની મહેનત આડી અવળી નથી હોતી પણ આયોજનબદ્ધ હોય છે. એ જેમ જેમ પોતાના ધ્યેયની નજીક પહોંચતો જાય છે એમ એમ સકારાત્મક થતો જાય છે. ઍને પોતાના જીવનની દરેક ક્ષણ ઍક અવસર લાગે છે. એ ખરાં અર્થમાં જીવનને જાણતો થાય છે, એને માણતો થાય છે. પોતાના કર્મયજ્ઞમાં મહેનતની આહુતિ આપીને એ વધું સારી રીતે નિખરીને બહાર આવે છે. એને બસ એક જ વિચાર આવે છે કે આ જન્મમાં માનવદેહ મળ્યો છે તો કંઇક એવું કરીને જવું છે કે દુનિયામાં એનું નામ રહી જાય અને એટલાં માટે એ હમેશા તકની રાહ જોઈને બેસતો નથી પણ એ તકને ઊભી કરે છે. સફળ માણસોની આ એક ખાસિયત છે એ લોકો ક્યારેય તક કે નસીબના ભરોસે બેસી નથી રહેતાં. એ લોકો તકને ઊભી કરે છે. નસીબને સરવા કરે છે. અને મહેનત કરે છે અને જીવનમાં કઠોર પરિશ્રમ કરે છે. પરિશ્રમ વગર એમને એમ કઈ મળવાનું જ નથી. સંસ્કૃત ભાષાનો ઍક સુભાષિત છે કે :-
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।
મહેનત કરવાથી જ કોઇપણ કામ સિદ્ધ થાય છે. સિંહ જંગલનો રાજા છે પણ જો એ એમ ને એમ એની બોડમા બેઠો રહે તો એને ભુખ લાગે ત્યારે એનાં મોં માં એમ સહેલાઇથી અનેં સામેથી હરણ આવી જતું નથી એ માટે ઍને મહેનત કરવી પડે છે. શિકારની પાછળ દોડવું પડે છે. એવી જ રીતે મહેનતુ માણસ પણ પોતાના લક્ષ્યની પાછળ મહેનત કરતો રહે છે અનેં મનમાં વિચારે છે કેઃ
अब मौका है कुछ खास,
दिखा जलवा, दिखा जलवा
હા, હવે મોકો છે આ દુનિયાને પોતાનુ સામર્થ્ય બતાવી દેવાનો.! હા, આ મોકો છે દુનિયાની સામે જાતને સાબિત કરવાનો..!! હા આ મોકો છે પોતાને મળેલાં જીવનને સાર્થક કરવાનો…. માટે એવું લખાય છે. અને એકવાર માણસ તકને ઊભી કરીને મહેનત કરતો થઈ જાય ઍટલે એની મંજિલ ઓટોમેટીક નજીક આવતી જાય. જેમ જેમ એની મહેનત વધતી જાય તેમ તેમ મંજિલ વધુંને વધું નજીક આવતી જાય છે અને મંજિલ જેમ જેમ નજીક આવતી જાય એમ એમ એનો જોશ, એનો જુસ્સો વધતો જાય છે કે બસ હવે હુ મારા ધ્યેયથી થોડોક જ દુર છું. માટે એવું લખાય કે :-
मंज़िल खुद आई पास,
दिखा जलवा, दिखा जलवा
अब मौका है कुछ खास,
दिखा जलवा, दिखा जलवा
मंज़िल खुद आई पास,
दिखा जलवा, दिखा जलवा
અને આપણને ખબર છે કે આપણાંમાં ગમે એટલો આત્મવિશ્વાસ હોય, ગમે તેટલી હિંમત ભરી હોય, આપણું મન ગમે એટલું મજબૂત હોય પણ જેમ જેમ પરિણામનો દિવસ નજીક આવતો જાય એમ એમ આપણાં હૃદયના ધબકારા તેજ થવા લાગે છે, આપણને ઍક ભય અનુભવાય છે. ક્રોસ્ડ ફિંગર જેવી હાલત થઈ જાય છે, આપણું મન દુવિધામાં પડી જાય છે કે હવે આગળ શું થાશે..!!? આપણો શ્વાસ ઉપર નીચે થવા લાગે છે, આપણી નજર સમક્ષ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં વિચારો રમવા લાગે છે. આ સઘળી પરિસ્થિતિનું વર્ણન બે જ લીટીમાં કરતાં કહે છે કે :-
साँसों को दहक लेन दे,
અને જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ પાસે કોઈ એવું વ્યક્તિ હોવું જરુરી છે જે એને સંભાળી શકે, જે એનો હાથ પોતાના હાથમાં પકડીને કહી શકે કે, યસ ! યુ કેન ડૂ ઇટ ! એ વ્યક્તિની હૂંફ એનો પ્રેમ એ મહેનત કરનાર વ્યક્તિમાં ફરી આત્મવિશ્વાસ જગાવશે અને એ 100% સફળ થાશે જ. પણ એનાં માટે એની પાસે એવું કોઈ ગમતું વ્યક્તિ હાજર હોવું જોઈએ કે જે ઍને છેક સુધી મોટીવેટેડ રાખી શકે !! અને આવુ કોઈ વ્યક્તિ જ્યારે એને મળી જાય ત્યારે એ સંબંધો પણ કૂલની જેમ મહેકી ઉઠે છે. ઍક મહેનતુ છોકરો અને એક કેરિંગ છોકરી એટલે પરફેક્ટ જોડી બને છે અને માટે એવું લખવું પડે કે :-
जज़्बातों को महक लेन दे !
અને એકવાર જીવનમાં આવી કંઇક ઘટના ઘટી જાય એટલે એની મેળે મનમાંથી અવાજ આવે કે…
आज, फट्टे चक लेन दे,
आज, फट्टे चक लेन दे,
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,
અને એકવાર જેનાં મનમાંથી એવો અવાજ આવે કે હાં, તુ આ કરી શકે છે. એટલે આ જગતની પુરી તાકાત એ કામને સફળ બનાવવામાં લાગી જાય છે. પછી તો એનાં માર્ગમાં આવતી દરેક આપત્તિ અવસરમાં ફેરવાય જાય છે, એનાં રસ્તામાં આવતી દરેક મુશ્કેલી મંગળમા ફેરવાય જાય છે અને એકવાર એને જો એનાં મનમાં દ્રઢ નિર્ણય કરી લીધો એટલે આ દુનિયાની કોઈ તાકાત એને સફળ થતા નથી રોકી શકતી. એની સામે ગમે એવડી મોટી મુસીબત આવે તો એને પણ એ ઝુકાવી શકે એટલી એનર્જી એનામાં આવી જાય છે.માટે એવું લખવું પડે કે :-
तू जो चाह ले
अगर,
कदमों में
तेरे हो शिखर,
तू खुद पर
यकीं कर।
सूरज को तक लेन दे
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,
વધું આવતાં શુક્રવારે…..
Columnist:- યુગ અગ્રાવત