અમદાવાદ: સુપ્રસિદ્ધ લાઈવ પરફોર્મર ભૂમિક શાહ છેલ્લાં બે વર્ષથી ડાકલાંના નવા વર્ઝનની તૈયારી કરી રહ્યા હતા. તેમણે પહેલા વર્ષે ચોટીલે ડાકલાં (ચામુંડામાંના ડાકલાં), અને બીજા વર્ષે રોજો – (ખોડિયારમાંના ડાકલાં) ના લોક ગીતો કર્યાં હતા. જેને સોશિયલ મીડિયા, ક્રાઉડ માસ, મીડિયા તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી હતી. આ બે ખૂબ પ્રખ્યાત લોક ગીતો હતા અને અમે તેનું પોતાનું વર્ઝન કર્યું છે. આ વર્ષે અમે મહાકાળી ડાકલા (મહાકાળી માના) લઈને આવી રહ્યા છીએ જે આ વર્ષે નવરાત્રી નિમિતે નવરાત્રી સ્પેશિયલ મહાકાળી ડાકલાનું ઓરીજીનલ સોન્ગ હશે જે તેમનું પોતાનું વર્ઝન છે
આ ડાકલાં પ્રખ્યાત કવિ શ્રી ઘનશ્યામ ગઢવી દ્વારા લખવામાં આવ્યું છે. આ વર્ષના ડાકલાંની સ્ટોરી મહાકાળી માં અને પાવાગઢના પતઇ રાજાની છે.
ભૂમિક શાહે જણાવ્યું કે – અમે છેલ્લા 3વર્ષ થી ડાકલા ના અલગ અલગ વર્ઝન બનાવીએ છીએ. જેમાં આ વખતે અમે ઓરિજિનલ ડાકલા સોન્ગ બનાવ્યું છે, મહાકાળી ડાકલા. અમે આ સોન્ગનો ઓડિયો તથા વિડીયો અનોખી રીતે પ્રસ્તુત કર્યો છે. આ વિડીયો એનિમેશન તથા લાઈવ શૂટ ફૂટેજના મિશ્રણથી બનાવામાં આવ્યો છે.”
ભૂમિક શાહને ડાકલા ખુબજ પસંદ છે કારણકે તે ખુબ જ સારા તબલા પ્લેયર છે અને તે ડાકલાં કેવી રીતે વગાડવા તે પણ જાણે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ તેમને ખુબ જ આકર્ષિત કરે છે. અને તેઓ હંમેશા ગુજરાતી લોક સંગીતને આપણી યુવા પેઢીઓ અને દરેક ઉંમરના લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. તે આપણા ઓરિજિનલ લોકસંસ્કૃતિના સૌંદર્યને બદલવા માંગતા નથી. તે વધુમાં વધુ લોકો સુધી આપણી સંસ્કૃતિને પહોંચાડવા માંગે છે.