નોઇડાના સેક્ટર ૭૬ સ્થિત એક સોસાયટીની જીમમાં બુધવારના દિવસે સાંજે ૨૪ વર્ષીય એક સોફ્ટવેર એન્જિનિયર ટ્રેડમિલ પર રનિંગ કરી રહ્યો હતો. આ ગાળા દરમિયાન એકાએક ચક્કર ખાઇને પડી ગયો હતો. થોડાક સમયમાં જ તેનુ મોત થઇ ગયુ હતુ. ડોક્ટરની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આ યુવાનુ મોત હાર્ટ અટેકના કારણે થયુ છે. ટ્રેડમિલ પર દોડતી વેળા હાર્ટ અટેક આવવાથી મોત થવાનો આ કોઇ પહેલો કેસ નથી. તે પહેલા પણ આ પ્રકારના કિસ્સા બની ચુક્યા છે.
આ પહેલા વર્ષ ૨૦૧૩માં ટીવી અન ફિલ્મના લોકપ્રિય સ્ટાર અબીર ગોસ્વામીનુ પણ મોત થયુ હતુ. તેમનુ મોત પણ ટ્રેડમિલ પર દોડતી વેળા થયુ હતુ. તેમને પણ ટ્રેડમિલ પર દોડતી વેળા એકાએક હાર્ટ અટેક આવી ગયો હતો. તેમને હોસ્પિ ટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા જ મોત થયુ હતુ. શુ ટ્રેડમિલ પર રનિંગ કરવાની બાબત ઘાતક બની શકે છે કે કેમ તેને લઇને ચર્ચા શરૂ કરવામાં આવી છે. શુ એક્સરસાઇઝ કરવાની બાબત, જીમ જવાની બાબત, વર્ક આઉટ કરવાની બાબત અને ટ્રેડમિલ પર દોડવાની બાબત ખતરનાક છે.
આવા પ્રશ્નો હવે તમામને સતાવી રહ્યા છે. હાર્ટ અટેકનો ખતરો આના કારણે રહે છે કે કે તેની ચર્ચા રહેલી છે. હાલના દિવસોમાં મોટી સંખ્યામાં તબીબો અને હેલ્થ નિષ્ણાંતો લોકોને એક્સરસાઇઝ કરવા, ફિજિકલ એÂક્ટવીટી કરવા માટેની સલાહ આપે છે. આવી સ્થિતીમાં નોઇડા જેવી ઘટના બને ત્યારે લોકો ચોંકી જાય તે સ્વાભાવિક છે. લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે નિષ્ણાંતો અને તબીબો કહી રહ્યા છે કે એક્સરસાઇઝ કરવાની બાબત બિલકુલ ઘાતક નથી. માત્ર એક્સરસાઇઝ કરતી વેળા કેટલીક સાવધાની રાખવાની હો છે. સિનિયર સર્જન કહે છે કે જીમ જાઇન કરતી વેળા પોતાની ફિજિકલ ચેક અપની પ્રક્રિયામાંથી ચોક્કસપણે બહાર નિકળવાની જરૂર હોય છે. આપને કોઇ તકલીફ તો નથી તેની આના કારણે ખબર પડી જાય છે. કેટલીક વખત એવુ બને છે કે શરીરની અંદર કેટલીક તકલીફ હોય છે પરંતુ ખબર પડતી નથી. આવી સ્થિતીમાં જા માહિતી છે તો તમને કોઇની સલાહ લેવાની જરૂર નથી. જો તમને કોઇ બિમારીની માહિતી મળે છે તો નિષ્ણાંતોની સલાહ લેવી જોઇએ.
ફિટનેસ નિષ્ણાંત કહે છે કે ટ્રેડમિલ પર દોડતી વેળા પોતાના હાર્ટ રેટ પર નજર રાખવાની જરૂર હોય છે. હાર્ટ રેટ ટાર્ગેટ રેટ કરતા વધારે ન રહે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. પોતાના મહત્તમ હાર્ટ રેટને જાણવા માટે પોની વયને ૨૨૦થી ઘટાડીને માપવામાં આવે તે જરૂરી હોય છે. ટાર્ગેટ હાર્ટ રેટને મેÂક્સમ હાર્ટ રેટના ૮૦ ટકા કરતા વધારે રાખવાની બાબત ખતરનાક હોય છે. ડોક્ટર એમ પણ કહે છે કે રાત્રી ગાળામાં સામાન્ય લોકોએ જીમ જવાની બાબત ટાળવાની જરૂર હોય છે. તબીબો કહે છે કે રાત્રી ગાળા દરમિયાન શરીર થાકેલુ રહે છે. જેથી આવા સમયમા જીમ જવાથી બચવાની જરૂર હોય છે. જા રાત્રી ગાળા દરમિયાન કોઇ વ્યક્તિ જીમમાં જાય છે તો સમય ઓછો ગાળવાની જરૂર હોય છે. સાથે સાથે સ્ટેરોઇડ યુક્ત પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરવાથી દુર રહેવાની જરૂર હોય છે. જીમ શરૂ કરતા પહેલા ટ્રેડ મિલ પર હળવી રનિંગ અને સ્ટ્રેચિંગ કરીને વોર્મ અપ કરવાની જરૂર હોય છે. આના કારણે બોડી જીમ માટે તૈયાર થઇ જાય છે. જીમ પહોંચતાની સાથે જ હેવી વર્ક આઉટ કરવાની ક્યારેય શરૂઆત કરવી જાઇએ નહીં.
ધીમે ધીમે સ્પીડ વધારી દેવાની જરૂર હોય છે. ટ્રેડ મિલ પર દોડ જમીન પર દોડવા કરતા અલગ હોય છે. જેથી જા તમે અનુભવી રનર છો તો પણ ટ્રેડમિલ પર દોડતી વેળા ઓએસ્ટ સ્પીડ રાખવામાં આવે તે જરૂરી છે. ધીમે ધીમે થોડાક દિવસોમાં સ્પીડ વધારી દેવાની જરૂર હોય છે. એકાએક હાર્ટ રેટ વધવાથી કાર્ડિયેક અરેસ્ટ અથવા તો હાર્ટ અટેક થવાનો ખતરો રહે છે. વોર્મ અપ કસરત સાથે શરૂઆત કરવામાં આવ્યા બાદ કસરત વધારે તીવ્ર બનાવી શકાય છે. ટ્રેડ મિલ પર દોડતી વેળા નોઇડામાં યુવાનના મોતના કારણે આના માટે લોકો વધારે સાવધાન થઇ ગયા છે. વિતેલા વર્ષોમાં અબીર ગોસ્વામીનુ પણ મોત થયુ હતુ. ૨૦૧૩માં તેનુ મોત થયુ હતુ. ગોસ્વામી ટ્રેડ મિલ પર દોડી રહ્યા હતા ત્યારે એકાએક હાર્ટ અટેક થયો હતો. તેમને હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે તે પહેલા મોત થયુ હતુ.