મિત્રો ગઇ યુગપત્રીમાં આપણે જોયું કે કઇ રીતે ઍક શબ્દ માત્ર શબ્દ ના રહેતાં. ઍક મોટિવેશનલ ડાયલોગ બની જાય છે. આમ તો ફટ્ટે ચક લે નૉ અર્થ થાય કે જલ્દી ઉપાડી લે. પણ વિશાળ અર્થમાં જોવા જઇએ તો એનો અર્થ થાય કે : ઉપાડી લે,જે કામ ગમે છે તેં ઉપાડી લે.ઉપાડી લે તેં જે સપના જોયા છે તેને સાચા કરવા માટે ઍક કદમ ઉપાડી લે. ઉપાડી લે તારી આંખમાં જે ધ્યેય ચમકે છે ઍને પુરુ કરવાની ઇચ્છાને ઉપાડી લે. અરે તારામાં પણ કેટલું તેજ ભરેલું છે એ દેખાડવા માટેનું બીડું ઉપાડી લે. આમ જ્યારે કોઈ માણસ એકવાર એનાં મનમાં કોઈ કામ કરવાનું ઠાંસી લે પછી એનાં માટે કાંઇ અઘરું રહેતું નથી.
એકવાર કોઈ માણસ પોતાના ધ્યેય તરફ આગળ વધવાનું નક્કી કરે છે પછી ઍને બીજી કોઈ ભૌતિક વસ્તુની જરૂર પડતી નથી.કોઈ વસ્તુનો અભાવ ઍને રોકી શકતો નથી, કોઈ વસ્તુનો ડર ઍને રહેતો નથી. આમ પણ જ્યારે માણસ પોતાના મનને ગમતું કાર્ય કરતો હોય ત્યારે હમેશા એ નીડર બનીને જ કામ કરે છે. સફળ થવાનો અતિ ઉત્સાહ કે નિષ્ફળ જવાનો ડર ઍને લાગતો નથી. અને એકવાર કોઈ માણસ એનાં મનમાં કોઈ કામ કરવાનું ઠાંસી લે છે પછી એનાં માટે ઍને કોઈ ફરજીયાત હોવી જ જોઈએ એવું રહેતું નથી. એ તો બસ જે કાંઇ રસ્તામાં મળે એનાં સહારે જ આગળ વધતો જાય છે. માટે એવું લખાય કે,
‘है नही तीर, तलवार, नही
गोली, नही गोली
હા,જે માણસ હૈયામાં હામ ભરીને નીકળે છે એ પોતે જ પોતાના મદદરૂપ સાધન જેવો હોય છે. આમ પણ પેલું કહેવાય છે ને કે માણસ પોતે પોતાનો તારણહાર છે.એમ જ્યારે માણસને ગમતું કામ મળી જાય પછી ઍને આસપાસના લોકોની ખબર નથી હોતી અનેં આસપાસના લોકોની ચિંતા પણ નથી હોતી.એનાં મનમાં એ બીક પણ નથી હોતી કે બીજાની સહાયતા વગર હું કેમ આ કાર્યને પુરુ કરી શકીશ.!? ઉલ્ટાનું એનાં મનમાં દ્રઢ વિશ્વાસ હોય છે કે કોઈની પણ સહાયતા લીધાં વીના જ મારે મારૂ કામ પુરુ કરવું છે. માટે એવું લખાય કે,
तू खुद है तेरी फौज, तू
ही टोली, तू ही टोली
है नही तीर, तलवार, नही
गोली, नही गोली
तू खुद है तेरी फौज, तू
ही टोली, तू ही टोली
અનેં પોતાની મંજીલ તરફ આગળ વધતા માર્ગથી ઍને ચલિત કરવા માટે ઘણાં પ્રલોભનો આવે છે,એનાં માર્ગમાં ઘણી લાલચ આવે છે પણ એને એ લક્ષમાં લેતો નથી એ તો અવિરતપણે એની મહેનત ચાલુ રાખે છે.અહિ એવો ઉલ્લેખ છે કે તારો કોં પકડ લેન દે..! હવે આપણને એમ થાય કેઃ માણસ તારાને પકડી શકે એટલે શું !?! શું આ શકય છે !?! તારાને પકડવા માટે તો કેટલી બધી મહેનત કરવી પડે..!? તો અહિ પણ એ જ અર્થમાં આ વાક્ય લીધુ છે કે જેવી રીતે જોજનો દુર રહેલા તારા સુધી પહોંચવા માટે વૈજ્ઞાનિકો કેટલી બધી મહેનત કરે છે. એવી રીતે તમે પણ તમારા લક્ષ્યને પામવા માટે મન દઈને મહેનત કરો. ત્યાર બાદ એવો ઉલ્લેખ છે કે તેજ ધારો કોં જકડ લેન દે..!! આ વળી તેજ ધારને જકડી લેવી ઍટલે શું.!? તેજ ધારને જકડી લેવી ઍટલે મગજને કસવો,બુદ્ધિને વધું શાર્પ બનાવવી. જેટલો મગજ કસેલો હશે એટલું જ આપણુ આયોજન પરફેક્ટ થશે અનેં આયોજન જેટલું ચોકસાઈપુર્વકનું સફળતા મળવાની તક એટલી જ વધી જાય છે માટે એવું લખાય કેઃ
तारों को पकड़ लेन दे
तेज धारों को जकड़ लेन
दे
आज फट्टे चक लेन दे, हो
चक लेन दे,
आज फट्टे चक लेन दे,
हो आज फट्टे चक लेन दे,
हो, हो चक लेन दे,
हाँ, हाँ चक लेन दे,
हो, हो चक लेन दे
પણ સફળ થવા માટે માત્ર ખુબ બધી મહેનત, કે કસેલ મગજ જ જરુરી નથી. એની સાથે સાથે માર્ગમાં આવતી મુસીબતોનો સામનો કરી શકે એટલું મજબૂત મનોબળ પણ હોવું જોઇશે તો જ આપણે એની સામે હાર્યા વગર આગળ વધી શકીશું. એટલાં માટે આગળની લાઈનમાં લખે છે કે સૂરજ કોં તક લેન દે !! હા,ભલે આ મુસીબતોનો સૂરજ માથે આગ વરસાવતો રહે પણ આપણે મહેનત કરતી રહેવાની. ઍટલે આપોઆપ આપણને મંજિલનો છાંયો મળી જશે. માટે એવું લખાય કેઃ
सूरज को तक लेन दे,
हो तक लेन दे !
અનેં જ્યારે આપણી મહેનત,કસાયેલું મગજ અનેં આપણો આત્મવિશ્વાસ આ ત્રણેય ભેગા થાય ઍટલે આપણું હોંશીલું મન સામેથી આપણને કહે કે,
आज फट्टे चक लेन दे ।
Collumnist :- યુગ અગ્રાવત