ઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઇ (રામ)ની જીતની ઉજવણી કરવામા આવે છે. આના ભાગરૂપે સત્તાવાર રીતે દશેરા દરમિયાન રામ લીલા ભજવાય છે. જેના અંતમાં રાવણ, કુંભ કર્ણ અને મેઘનાથના પુતળાનુ દહન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કેટલાક દુર્ગાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે. તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળે તે માટે પ્રાર્થના કરવામા આવે છે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો રહે છે.
કોઇ પણ નવુ કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય હોય છે. ધાર્મિક વ્રતના આ સમય એક છિદ્રવાળા માટલાને પણ ઘરની પવિત્ર જગ્યાએ મુકવામાં આવે છે. જેને ઘટસ્થાપના કહેવામા આવે છે. આને ગરબી કહેવામાં આવે છે. આ ગરબીમા નવ દિવસ સુધી દિવો પ્રગટાવેલો રાખવામાં આવે છે.
આ માટલાને વિશ્વના પ્રતિક તરીકે પણ ગણવામાં આવે છે. અખંડ દીવો તો એક માધ્યમ તરીકે રહે છે. જેનાથી તેજસ્વી આદિશક્તિની પુજા કરવામાં આવે છે.