હવે ઓસ્ટિયોપોરોસિસની સારવાર માત્ર ૧૦૦ રૂપિયામાં શક્ય બની જશે. મહિલાઓને થનારી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાને હાથ ધરવા માટે હવે મોંઘા હાર્મોનલ ઇન્જેક્શન લેવાની જરૂર પડશે નહીં. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ( (સીડીઆરઆઇ)ના વૈજ્ઞાનિકોએ આ દિશામાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ આના માટે ખુબ સસ્તી સારવારની પદ્ધિતી શોધી કાઢી છે. આના ભાગરૂપે માત્ર ૧૦૦ રૂપિયા પ્રતિ મહિનાના ખર્ચ પર એક ગોળી મહિલાઓના હાડકાને મજબુત બનાવી રાખવામાં મદદરૂપ થનાર છે. તમામ લોકોને આ અંગે માહિતી નથી કે મેનોપોજ થયા બાદ ઓસ્ટિયોપોરોસિસ મહિલાઓમાં થનાર એક સામાન્ય સમસ્યા છે. જેમાં હાડકા ખોખલા થઇ જાય છે અને હાડકા તુટવા લાગી જાય છે.
આના કારણે મહિલાઓને ચાલવા અને બેસવામાં તકલીફ પડે છે. હાલના સમયમાં સારવારમાં બોન એનાબોલિક થેરાપી હોય છે. મોંઘી સારવાર હોવાની સાથે સાથે ઇન્જેક્શનને જાળવી રાખવાની બાબત પણ મુશ્કેલરૂપ હોય છે. તેને ફ્રીજમાં રાખવાની બાબત જરૂરી હોય છે. તેને મજબુત અને સારી આર્થિક સ્થિતી ધરાવનાર વ્યક્તિ જ સાચવી શકે છે. આ જટિલ સારવારની રીતના કારણે સારવારની બાબત સામાન્ય લોકો માટે ખુબ મુશ્કેલરૂપ બની જાય છે. સાથે સાથે સારવાર પર પ્રતિ મહિનામાં સાત હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ સરળ રીત શોધી કાઢી છે. જેના ભાગરૂપે ૧૦૦ રૂપિયામાં જ સારવાર શક્ય બી જશે. આ શોધ બોન એન્ડ કેલ્સિપાઇડ ટિસ્યુ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનમાં પ્રકાશિત થયા બાદ દુનિયાના દેશોમાં આની ચર્ચા છે. તબીબો આને લઇને આશાવાદી બનેલા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ફંડિગ મળી ગયા બાદ દિલ્હી એમ્સમાં દવા માટે ટ્રાયલની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. કિડનીના દર્દીઓ માટે શોધ કામગીરી હાલમાં ચાલી રહી છે. કિડની ફેલ્યોરમાં પણ ઓસ્ટિયોપોરોસિસની વિકટ સમસ્યા સર્જાયેલી છે. વૈજ્ઞાનિકો દ્વારા હવે આ દવાના પરીક્ષણ કિડની દર્દીઓ માટે પણ શરૂ કરવામાં આવ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે દર્દીઓ માટે આ પદ્ધિતી આદર્શ સાબિત થનાર છે., સીડીઆરઆઇના એન્ડોક્રાઇનોલોજી વિભાગના ચીફ સાઇટિસ્ટ ડોક્ટર નૈવેદ્ય ચેટર્જીએ કહ્યુ છે કે ઓસ્ટિયોપોરોસિસની સારવાર માટે એક એવી દવાની જરૂર હતી જે જેના કારણે બિમારી સરળતાથી દુર થઇ શકે. શોધમાં જાણવા મળ્યુ છે કે પેન્ટાક્સિપાયલિન દવાનો પ્રયોગ ઇન્ટરમિટેન્ટ ક્લાડિફિકેશન અથવા તો વધતી વયમાં ધમનીમાં થતી તકલીફને દુર કરવા માટે ખુબ ઉપયોગી છે.
આ બિમારીમાં પગમાં ખુબ જોરદાર દુખાવો રહે છે. ખરગોશ અને ઉંદરો પર આ દવા સફળ રીતે પાર પાડવામાં આવી છે. જેથી માનવીમાં પણ તેને સફળતા મળનાર છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે આ દવા આપવામાં આવ્યા બાદ હાડકા, શક્તિ અને સુક્ષ્મ સંરચનામાં એવા જ સુધારા થયા છે જેવા સુધારા ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ આવ્યા હતા. આનાથી સાબિતી મળી ગઇ છે કે મેનોપોજ બાદ થનાર ઓસ્ટિયોપોરોસિસની તકલીફમાં બાર્મોનલ ઇન્જેક્સનના બદલે આ દવા વધારે અસરકારક દવા છે.
મેનોપોજના કારણે મોટા ભાગની મહિલાઓને શારરિક રીતે ખુબ નુકસાન થાય છે. મહિલાઓને જુદા જુદા પ્રકારની પિડા તવા લાગી જાય છે. કેટલીક બિમારીઓ પણ આના કારણે ઘેરી લે છે. જેથી આ પ્રકારની સમસ્યાને ટાળવા માટે સમય મુજબ તબીબોની સલાહ મેળવી લેવામાં આવે તે પણ જરૂરી છે. આ એવી બિમારી છે જેના કારણે મહિલાઓ શારરિક અને માનસિક રીતે બિમાર જેવી સ્થિતીમાં આવી જાય છે.