પોષણ પર મુડ આધારિત રહે છે. આ બાબત પણ વિજ્ઞાનમાં જાહેર થઇ ગઇ છે. ખાવાપીવાની પૌષકતા પર ઇમોશન્સના પેટર્ન બદલાય છે. જો કે આ બાબત મહિલાઓ અને પુરૂષોમાં જુદી જુદી રીતે રહે છે. ન્યુટ્રિશનલ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ૫૬૩ લોકો પાકી ૪૮ ટકા પુરૂષો અને ૫૨ ટકા મહિલાઓ અભ્યાસમાં આવરી લેવામાં આવી હતી. પોષણની કમી થવાની સ્થિતીમાં પુરૂષો લાંબા સમય સુધી માનસિક રીતે સ્વસ્થ અને ખુશ રહી શકે છે. જ્યારે મહિલાઓમાં પોષણની કમી થવાની સ્થિતીમાં દુવિધા અને મુશ્કેલનો અનુભવ થાય છે.
તેમનામાં સમસ્યા વધતી જાય છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓ પૌષણના મામલે વધારે નબળી રહે છે. મહિલાઓમાં રિક્વરીમાં વધારે સમય લાગે છે. આનુ કારણ મોટા ભાગે ભોજનમાં વધારે કેલોરી અને પોષક તત્વોની કમી છે. આના કારણે માનસિક સમસ્યા વધી જાય છે.
નિષ્ણાંતોના કહેવા મુજબ મસ્તિષ્કને ગ્લુકોઝ ન મળવાની સ્થિતીમાં તે યોગ્ય રીતે કામ કરતુ નથી. કારણ કે તે પોતે ગ્લુકોઝનુ ઉત્પાદન કરતુ નથી. મહિલાઓમાં હાર્મોનલ અસંતુલનના કારણે ઇમોશન્સ અસ્થિરતા વધી જાય છે. મહિલાઓને હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવવાની વધારે જરૂર હોય છે.