જમતી વેળા વધુ પ્રમાણમાં પાણી પીનાર લોકો માટે કેટલીક નવી ચેતવણી જારી કરવામાં આવી છે. આધુનિક સમયમાં મોટાભાગના બાળકો અને મોટી વયના લોકો પણ જમતી વેળા પુરતા પ્રમાણમાં પાણી પીવે છે. પરંતુ નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જમતી વેળા અથવા તો ભોજન વચ્ચે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આનાથી પાચન શક્તિને માઠી અસર થાય છે. ભોજન દરમિયાન પાણી પીવાથી પેટની પાચન શક્તિમાં ઘટાડો થાય છે. સાથે સાથે ઇન્સ્યુલીનના પ્રમાણમાં પણ ફેરફાર કરે છે. માઇક્રોબાયોટિક અભ્યાસમાં આ મુજબની ચેતવણી આપવામાં આવી છે.
શરીરમાં વધુ પાણી ખૂબ જ જરૂરી છે. પરંતુ જમતી વેળા વધુ પાણીનો ઉપયોગ યોગ્ય નથી. જમવાની સાથે પાણીના પ્રમાણને ઘટાડવામાં આવે તે જરૂરી છે. આનાથી એક બાજુ તરસ છુપાઈ જાય છે પરંતુ પાચન શક્તિને માઠી અસર થાય છે. મોટાભાગના બાળકો અને મોટી વયના લોકો હાલના સમયમાં જમતી વેળા એક બે ગ્લાસ પાણી પી જાય છે. મોટાભાગના ભારતીયો પણ તેમના ભોજન માટે પાણી પીવે છે. સામાન્ય થીયોરી એ છે કે જમતી વેળા ફુડને સાફ કરી દેવામાં આવે છે. આ પ્રથા ખૂબ જ ખોટી છે. તે વાતથી સામાન્ય લોકો વાકેફ નથી. આનાથી પાચન શક્તિ ઉપર ખૂબ જ અસર થાય છે.
પાચન શક્તિની સમસ્યાથી પીડાઈ રહેલા લોકો માટે ઘણા નવા ઉપાય સુચવવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવાયું કે પેટમાં એ પ્રકારની વ્યવસ્થા છે જે મુજબ જમતી વેળા પાચનની શરૂઆત થઈ જાય છે. જો આ જ વેળા પાણીનો ઉપયોગ કરવામાં આવશે તો આનો મતલબ એ થયો કે પાચન શક્તિની અંદર જે તત્વો રહેલા છે તેને ઘટાડી દેવામાં આવે છે. સંશોધકોનું કહેવું છે કે ભોજન દરમિયાન ઓછુ પાણી ચિંતાનું કારણ નથી. પરંતુ એક ગ્લાસ અથવા વધુ પાણી પાચન શક્તિને નુકશાન પહોંચાડે છે. ભોજનના બે કલાક બાદ અથવા પહેલા પાણી પીવાથી ફાયદો થાય છે. આનાથી પોષક તત્વોને સહેન કરવાની શક્તિ વધી જાય છે. ભોજન દરમિયાન પાણી પીતી વેળા પ્રક્રિયા કઈ પ્રકારની થાય છે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. ખાવાની ચીજ વસ્તુઓ જ્યારે પેટમાં રહે છે ત્યારે કુદરતી રીતે પાચનની પ્રક્રિયા શરૂ થાય છે. ભોજન વેળા પાણીને ટાળવાની સલાહ આપતા નિષ્ણાંતોનું કહેવું છે કે કેટલીક બાબતોની સાવધાની રાખીને ઘણી તકલીફોને દૂર કરી શકાય છે.