નાયકાની અમદાવાદ ખાતે તેની ‘બ્યુટી બાર’ ઈવેન્ટનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: ભારતના અગ્રણી બ્યુટી રિટેલર નાયકાએ 13 ઓગસ્ટ, 2019નાં રોજ તેની સિગ્નેચર ‘નાયકા બ્યુટી બાર’ ઈવેન્ટ માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. જેમાં ગ્રાહકોને વન ઓન વન બ્યુટી એક્સ્પિરિયન્સ વ્યક્તિગત રીતે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કોસ્મેટિક્સ બ્રાન્ડસ જેમકે ક્લિનિક, એસ્ટી, લોઉડર, અવેડા અને નાયકા કોસ્મેટિક્સ માટે મેળવી શક્યા હતા.

બ્યુટી બાર ઈવેન્ટનું આયોજન નાયકા લક્સ સ્ટોર, અમદાવાદ વન મોલ ખાતે કરાયું હતું. નાયકા એક્સ્પિરિયન્સ ઓફર કરતા નાયકા બ્યુટી બાર અમદાવાદમાં લક્ઝરી બ્રાન્ડ એસ્ટી લોઉડર, ક્લીનીક અને હેરકેર બ્રાન્ડ અવેડા પ્રદર્શિત કરશે. વધુમાં, નાયકા કોસ્મેટિક્સ તેની એસેન્શિયલ મેક અપ અને નેઈલ કલર્સના જાણીતા કલેક્શન અને વિશાળ રેન્ડ સાથે મેકઓવર્સ પણ રજૂ કરે છે.

નાયકા.કોમના ચીફ બિઝનેસ ઓફિસર નિહિર પરીખે કહ્યું હતું, ‘અમદાવાદ અમારા માટે મોટું માર્કેટ છે અને નાયકા લક્સ સ્ટોર, આલ્ફા વન મોલ તેમાં દેશભરમાં ત્રીજા ક્રમે આવતો સ્ટોર છે. અમે અમારા ગ્રાહકોને ઉત્તમ બ્યુટી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ સાથે ખુશી આપવાનું ચાલુ રાખીશું તેમજ એંગેજિંગ અને માહિતીસભર કન્ટેન્ટ આપતા રહીશું અને હવે ઓમની ચેનલ ઉપસ્થિતિ કે જેમાં ગ્રાહકો અમારી સાથે દરેક ટચ પોઈન્ટ પર ઈન્ટરએક્ટ કરી શકે છે.’

2012માં તેના લોન્ચ સાથે, નાયકાએ સતત ત્રણ વર્ષમાં 100 ટકાનો ગ્રોથ કર્યો છે અને નાણાકીય વર્ષ 2018-19માં નેટ રેવન્યુ રૂ. 1229 કરોડ રહી છે. માર્કેટ લીડર તરીકે નાયકા ભારતમાં લક્ઝરી બ્યુટી માર્કેટમાં તેની બ્રાન્ડ્સ જેમકે મેક કોસ્મેટિક્સ, એસ્ટી લોઉડર, બોબી બ્રાઉન અને ક્લિનીક ઓનલાઈન માટે ઈન્સ્ટ્રુમેન્ટલ રહી છે. આજે લક્સ કેટેગરી કુલ વેચાણમાં 15 ટકાનો હિસ્સો ધરાવે છે.

ઓમનીચેનલ રિટેલ મોડેલ, નાયકા પાસે 1000થી વધુ બ્રાન્ડ્સ વેબસાઈટ અને એપમાં ઉપલબ્ધ છે તેમજ ભારતમાં તે 45 ફિઝિકલ સ્ટોર્સ ધરાવે છે. અમદાવાદમાં નાયકા લક્સ સ્ટોર સાથે, નાયકા વડોદરા ખાતે પણ સ્ટોર ધરાવે છે અને તે ટૂંક સમયમાં સુરતમાં પણ સ્ટોર શરૂ કરશે એમ ગુજરાતમાં તેના કુલ ત્રણ સ્ટોર થશે.

આ બ્રાન્ડ હાલમાં નવા આયામો તરફ નાયકા ફેશન સાથે આગળ વધી છે. નાયકા ફેશન ભારતના સૌથી ઉત્તમ ફેશન ડિઝાઈનર્સથી બનેલ છે તેમજ નાયકા મેન કે જે પુરૂષોની તમામ ગ્રૂમિંગ આવશ્યકતાઓને સમર્પિત સાઈટ છે. વધુમાં, નાયકા પ્રો પ્રોગ્રામ પણ છે જે પ્રોફેશનલ બ્યુટિશિયન્સ માટે છે કે જેઓ સૌથી ઉત્તમ બ્યુટી અને સ્પેશિયલ બેનિફિટ્સ મેળવી શકે છે.

Share This Article