સ્ટોક્સ : વિલનથી સુપરહ્યુમન

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ઇંગ્લેન્ડે હાલમાં આઇસીસી વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી છે. ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ જીતી લીધા બાદ કેપ્ટન ઇયાન મોર્ગને જ્યારે આ સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સને સુપર હ્યુમન તરીકેની ઓળખ આપી તમામ  લોકોને ચોંકી ઉઠ્યા હતા. જો કે જ્યારે આ શબ્દથી બેન સ્ટોક્સની ઓળખ કરાવી ત્યારે મોર્ગનના શબ્દોમાં કોઇ બનાવટ ન હતી. આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં તેનો જે દેખાવ રહ્યો હતો તેનાથી તમામ પ્રભાવિત હતા. સાથે સાથે વર્લ્ડ કપની ફાઇનલ સુધીની સફરમાં પણ બેન સ્ટોક્સની નિર્ણાયક ભૂમિકા રહી હતી. ફાઇનલમાં શાનદાર ઇનિગ્સ રમીને હિરો બની ગયેલા બેન સ્ટોક્સ એક વર્ષ પહેલા સુધી વિલન, કલંક અને બગડેલા બાળકની જેમ હતો. પરંતુ મેદાનમાં તેના દેખાવથી સાબિત થઇ ગયુ છે કે તે રાષ્ટ્રીય હિરો બની જશે.

૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે બેન સ્ટોક્સની ધરપકડના હેવાલ આવ્યા હતા. ત્યારબાદ કહેવામાં આવ્યુ હતુ કે તે બે માસુમ બાળકોને બચાવી રહ્યો હતો. આ ઘટનાને લઇને જે વિડિયો ત્યારબાદ સપાટી પર આવ્યા હતા તેનાથી લાગી રહ્યુ હતુ કે તે બે લોકોને નિર્દય રીતે મારી રહ્યો હતો. આના કારણે તેને કોઇ મદદ મળી ન હતી. બેન સ્ટોક્સને મામલાની સુનાવણી કરવામાં આવે ત્યાં સુધી ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ૧૧ મહિનાના ગાળા બાદ બેન સ્ટોક્સને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જો કે રવિવારના દિવસે ફાઇનલ મેચ વેળા તમામ વિતેલા ખરાબ બનાવો બદલાઇ ગયા હતા. તેની છાપ રાતોરાત એક સ્ટારની બની ગઇ હતી. બેન સ્ટોક્સે એકતરફી રીતે ફાઇનલમાં પોતાની ટીમને જીત અપાવી હતી.

મેચ બાદ કેપ્ટન મોર્ગને તેની ભરપુર પ્રશંસા કરી હતી. મોર્ગને કહ્યુ હતુ કે બેન સ્ટોક્સ જે હતો ત્યાંથી વાપસી અસામાન્ય છે. તે સુપરહ્યુમન તરીકે છે. તે ચોક્કસપણે અમારી ટીમના ભારને ઉપાડે છે. જાસ બટલરની ભાગીદારી પણ જારદાર રહી હતી. માહોલ, ભાવના અને અન્ય ચીજા જે સમગ્ર મેચ દરમિયાન હતી તે બાબતોને બેન સ્ટોક્સે સારી રીતે સંભાળી લીધી હતી. મોર્ગેન ટી-૨૦ વર્લ્ડ કપની એ ફાઇનલ મેચનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં વેસ્ટ ઇન્ડિઝના કાર્લોસ બ્રેથવેટે સ્ટોક્સની બોલિંગમાં ચાર છગ્ગા લગાવીને ઇંગ્લેન્ડ પાસેથી મેચ આંચકી લીધી હતી.

Share This Article