ખરાબ જીવનશેલી અથવા તો લાઇફસ્ટાઇલના કારણે અમારી જૈવિક ઘડિયાળ અથવા તો બાયોલોજિકલ ક્લોક બગડી રહી છે. ખરાબ ટેવને બદલીને આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. બાયલોજિકલ ક્લોકની વિરુદ્ધ ચાલવાથી અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે જેમાં માનસિક સમસ્યા, સ્થુળતા, ઓછી ઉંઘ, ડાયાબિટીસ અને કેન્સર જેવી તકલીફનો સમાવેશ થાય છે. જાણકાર લોકો કહે છે કે જે બિમારી થાય છે તેના કારણે વધારે સમસ્યા ઉભી થાય છે.
બાયલોજિકલ ક્લોકની વિરુદ્ધ ચાલવાથી જે સમસ્યા થાય છે તેની વાત કરવામાં આવે તો તો સૌથી મોટી સમસ્યા ડાયાબિટીસની છે. મોડી રાત્રે ભોજન કરવાની સ્થિતીમાં આને પચાવવા માટે પેનક્રિયાઝ એન્જાઇમનુ સ્ત્રાવ કરે છે. આવુ સામાન્ય રીતે વારંવાર કરવાની સ્થિતીમાં ડાયાબિટીસની આશંકા વધી જાય છે. જો પહેલાથી જ ડાયાબિટીસ રોગી છે તો બ્લડ શુગરમાં ઉતારચઢાવની સ્થિતી રહી શકે છે. આવી જ રીતે બાયલોજિકલ ક્લોકની વિરુદ્ધ ચાલવાથી કેન્સર જેવા જીવલેણ રોગ થવાનો પણ ખતરો રહે છે. લાંબા સમય સુધી જૈવિક ઘડિયાળની વિરુદ્ધ ચાલવાથી શરીરમાં કેટલાક પ્રકારના હાર્મોન્સના સ્ત્રાવ અનિયંત્રિત થાય છે. લાંબા સમય સુધી અસંતુલનના કારણે પણ જીન્સમાં બદલાવ થાય છે. જેના કારણે કેન્સર રોગને આમંત્રણ મળે છે.
બાયલોજિકલ ક્લોકની વિરુદ્ધ ભોજન કરવાની ટેવથી શરીર પૂર્ણ રીતે ભોજનને પચાવી લેવાની સ્થિતીમાં રહેતુ નથી. જેથી તે શરીરમાં ચર્બી તરીકે જમા થવા લાગે છે. જેથી શરીરમાં સ્થુળતાનુ પ્રમાણ વધવા લાગી જાય છે. માનસિક સમસ્યા પણ થાય છે. એકાગ્રતા ઘટવા લાગી જાય છે. ભુલવા અને ગુંચવણ જેવી સમસ્યા થાય છે. આના કારણે ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે. આના કારણે યાદશક્તિ પર માઠી અસર થાય છે. શરીરના બાયલોજિકલ ક્લોકની સામે કામ કરવાના કારણે પાચન ક્રિયા બગડી જાય છે. આ જ કારણ છે કે મોડી રાત્રે ભોજન કરનાર વ્યક્તિને એસિડીટી જેવી સમસ્યા ઉભી થાય છે. ખરાબ લાઇફસ્ટાઇલને દુર કરીને તેને પાટા પર લાવી શકાય છે. ચાર પગલા જો લેવામાં આવે તો લાઇફસ્ટાઇલને પાટા પર લાવી શકાય છે. રાત્રે રોજ આઠ કલાકની ઉંઘ માણવામાં આવે તે જરૂરી છે. બાળકોને ૧૦ અને મોટી વયના લોકો સાત કલાક સુધી નીંદ લે તે જરૂરી છે. સમયસર ભોજનની પણ લાઇફસ્ટાઇલને પાટા પર લાવવામાં ભૂમિકા છે. ઉઠી ગયા બાદ બે કલાક પછી પૌષ્ટિક ભોજન લેવામાં આવે તે જરૂરી છે.
સવારમાં નાસ્તો કરવાની જરૂર હોય છે. બપોર પહેલા ફળ લેવાની જરૂર હોય છે. બપોરમાં ૧૨થી એક વાગે વચ્ચે લંચ લેવાની જરૂર હોય છે. સાંજે ચાર-૫ વાગે વચ્ચે હળવો ભોજન કરવાની જરૂર હોય છે. રાત્રે આઠ વાગ્યા સુધી ડિનર કરી લેવા નિષ્ણાંતો સલાહ આપે છે. શરીરના વજન મુજબ ભરપુર પ્રમાણમાં પાણી પીવાની જરૂર હોય છે. પ્રતિ ૨૦ કિલોગ્રામ વજન પર એક લીટર પાણીની જરૂર હોય છે. એક વખતમાં એક ગ્લાસ જ પાણી પિવામાં આવે તે જરૂર છે. કોઇ રોગ છે તો તબીબના કહેવા મુજબ પાણીનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. એક સ્વસ્થ વ્યક્તિને રોજ ૪૫-૬૦ મિનિટ સુધી વ્યાયામ કરવાની જરૂર હોય છે. થાક બાદ આરામ જરૂરી છે. જા આવુ કરવામાં ન આવે તે જૈવિક ઘડિયાળ બગડી જાય છે. જા કેટલીક ખોટી ટેવ પડેલી છે તો તેને બદલી નાંખવાની જરૂર હોય છે. જેમ કે જો મોડી રાત્રી સુધી જાગવા અને પાર્ટી કરવાની ટેવ છે તો તેને તરત જ બદલી નાંખવાની જરૂર છે.
સપ્તાહમાં રજાના દિવસે મોડી રાત્રી સુધી જાગવા, સવારમાં મોડે સુધી નીંદ લેવાની બાબત, સ્વસ્થ શરીર માટે યોગ્ય નથી. રાત્રે ઉઘવા અને દિનમાં સક્રિયતા માટે શરીર હાર્મોનનુ સ્ત્રાવ કરે છે. રાત્રી ગાળામાં વ્યાયામ અથવા તો કસરત કરવી જોઇએ નહીં. નીંંદ લેતા પહેલા ત્રણ કલાક પહેલા કસરત કરી લેવાની જરૂર હોય છે. રાત્રી ગાળામાં ચા કોફીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. આ ચીજામાં કેફીનનુ પ્રમાણ વધારે હોય છે. જેથી તે બીપી અને શુગરના દર્દી માટે ઘાતક બની શકે છે. બેડ પર જતા પહેલા ગેજેટથી દુરી જરૂરી છે. બે કલાક પહેલા મોબાઇલ, ટીવી, લેપટોપની સ્ક્રીનથી દુરી જરૂરી છે. બાયોલોજિકલ ક્લોકને વ્યવસ્થિત રાખવાથી શરીર સક્રિય રહે છે.