તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓ તેમની સેક્સ લાઈફના મામલામાં મિત્રો સાથે વધારે વાત કરે છે. યુવા મહિલા મિત્રોમાં સેક્સ લાઈફ અંગે વાત સર્વ સામાન્ય બની ચુકી છે. આ વિષયને સમાજમાં ચોક્કસપણે ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. પરંતુ સેક્સ લાઈફ અંગે મહિલાઓ પોતાની મિત્રોને વાત કરતા ખચકાટ અનુભવ કરતી નથી. સેક્સ લાઈફના જુદા જુદા પાસાઓ ઉપર મહિલાઓ સતત ચર્ચા કરતી રહે છે.
મામીવર્ષ ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સેક્સના અનુભવ સાથે સંબંધિત દરેક બાબત અંગે ગર્લફ્રેન્ડ એકબીજા સાથે વાતચીત કરે છે. આ ઉપરાંત સેક્યુઅલ પાર્ટનરો, ફેન્ટાસિ, નવા અનુભવ, સેક્સ પસંદ છે કે ના પસંદ જેવા તમામ મુદ્દાઓ ઉપર વાતચીત કરવામાં આવે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મિત્રો સાથે સેક્સ અંગે વાત કરવાના ઘણા ફાયદાઓ છે. હાર્ડવર્ડર્ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓમાં આ પ્રકારની વાતચીત આત્મવિશ્વાસને વધારો કરે છે. આ ઉપરાંત સ્ટ્રેસની સ્થિતિને હળવી કરવામાં પણ મદદરૂપ બને છે.
સાઈટના જણાવ્યા મુજબ તમામ પાર્ટી એકબીજાની ગુપ્તતા અંગે માહિતી ધરાવે છે. આ ઉપરાંત સેક્સના મામલે વાતચીતથી અન્ય ફાયદાઓ હોવાની પણ વાત અગાઉ કરવામાં આવી ચુકી છે. ચોક્કસ વિષય ઉપર નજીકના મિત્રો પણ આત્મ વિશ્વાસ ધરાવતા નથી ત્યારે મહિલાઓમાં આ પ્રકારની વાતચીત ખૂબ જ ઉપયોગ થાય છે. મહિલાઓ તેમની સેક્સ લાઈફ અંગે શા માટે માહિતી આપે છે તેને લઇને અગાઉ પણ પ્રયોગ થઈ ચુક્યા છે. પરંતુ હાલના સમયમાં આનો ક્રેઝ વધી ગયો છે.