ચાની ચુસ્કીનો પણ સમય છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મોનસુનની સિઝનમાં ગરમાગરમ ચા કોને પસંદ ન પડે. પરંતુ જે લોકો કોઇ પણ સમય ચા પી કાઢે છે તેમના માટે જાણકાર લોકો કેટલીક ઉપયોગી સલાહ આપે છે. તેમના કહેવા મુજબ ચાની ચુસ્કી માટે પણ એક સમય હોય છે. ભોજન લીધા બાદ અથવા તો ભોજનની સાથે ક્યારેય ચા પીવી જોઇએ નહી. કારણ કે તેમાં રહેલા તત્વો ભોજનના પૌષક તત્વોને શરીરમાં જવા દેતા નથી. આના કારણે શરીરમાં લોહ તત્વોની કમી સર્જાય છે. આને કારણે તમે એનિમિક બની શકો છો. મોડી સાંજે પણ ચા પીવી જોઇએ નહીં. કારણ કે આના કારણે ભોજનને પચાવવામાં તકલીફ પડે છે.

આના કારણે અપચની ફરિયાદ લોકો કરતા રહે છે. જાણકાર લોકો કહે છે કે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે જ ચા પીવી જોઇએ. રાત્રે ઉઘવા જવાના બે કલાક પહેલા ચા પીવી જાઇએ નહીં. કારણ કે ચામાં રહેલા કેફીનથી નીંદમાં તકલીફ આવે છે. રાત્રી ગાળામાં ગરમ  દુધ પીવાથી ફાયદો થાય છે. આના કારણે નર્વસ સિસ્ટમ શાનદાર અને રિલેક્સ રહે છે. ભારતમાં આસામમાં ચાનુ ઉત્પાદન સૌથી વધારે થાય છે. કોલેસ્ટ્રોલ અને વજનને નિયંત્રિત કરવામાં પણ ચાની ભૂમિકા હોય છે. આને પીધા બાદ તમામ ટેન્શન દુર થાય છે. બીજી બાજુ હર્બલ ચા ખુબ ઓછા પ્રમાણમાં નુકસાનકારક રહે છે.

જોકે કેટલાક લોકોને તે સુટ કરતી નથી. જેમ કે સગર્ભા મહિલાઓને હાર્ટના દર્દીઓ અને શુગરના દર્દીઓને આ પ્રકારની ચા પસંદ પડતી નથી. જેથી તબીબોની સલાહ પણ લઇ શકાય છે. એલ્યુમિનિયમના વાસણમાં હર્બલ ચા બનાવવી જાઇએ નહીં. હર્બલ લીફને વધારે સમય સુધી ઉકાળવાથી પણ તેમાં રહેલા ઘટકો નષ્ટ થઇ જાય છે.

Share This Article