૧૦૦ વર્ષમાં પાંચમી વખત સૌથી ઓછો વરસાદ પડ્યો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : મોનસુનની સ્થિતી હજુ પણ દેશ માટે નિરાશાજનક દેખાઇ રહી છે. આ વર્ષે જુન મહિનામાં ખુબ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ છેલ્લા ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પાંચમી વખત જુન મહિનામાં સૌથી વધારે દુકાળની સ્થિતી રહી છે.સમગ્ર દેશમાં જુન મહિનામાં વરસાદ સરેરાશ કરતા ૩૫ ટકા ઓછો રહ્યો છે. મહિનાની પૂર્ણાહુતિ થઇ રહી છે ત્યારે હવે રિક્વરી થવાની શક્યતા નહીંવત છે. સામાન્ય રીતે જુન મહિનામાં ૧૫૧ મીમી વરસાદ થાય છે.

પરંતુ આ વખતે હજુ સુધીમાં માત્ર આ આંકડો ૯૭.૯ મીમી સુધી જ પહોંચી શક્યો છે. આ મહિનાની પૂર્ણાહુતિ ૧૦૬થી ૧૧૨ મીમી વરસાદની સાથે થવાની શક્યતા છે. ૧૯૨૦ બાદથી આવા ચાર વર્ષ જ આવ્યા છે જ્યારે આ પ્રકારની સ્થિતી રહી છે. વર્ષ ૨૦૦૯માં સૌથી ઓછો ૮૫.૭ મીમી વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૪માં ૯૫.૪ મીમી વરસાદ થયો હતો. વર્ષ ૧૯૨૩માં ૧૦૨ મીમી વરસાદ થયો હતો. વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪ આ બે વર્ષ એવા રહ્યા હતા જ્યારે મોનસુન અલનીનોના કારણે પ્રભાવિત થયો હતો.

આ વર્ષે પણ આવી સ્થિતી સર્જાઇ શકે છે. રવિવારના દિવસે એટલે કે આવતીકાલે બંગાળના અખાતમાં ઓછા દબાણના કારણે સ્થિતી સર્જાઇ રહી છે. જેના કારણે જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ થઇ શકે છે. ૩૦મી જુન બાદ મોનસુનની સ્થિતી વધારે મજબુત બની શકે છે. જુલાઇ મહિનામાં સારો વરસાદ થઇ શકે છે.વરસાદી માહોલ જુલાઇમાં રહી શકે છે.

TAGGED:
Share This Article