ભારતમાં બિનસુરક્ષિત ગર્ભપાતને લઇને વારંવાર અહેવાલ સપાટી પર આવતા રહે છે. જે ચિંતા પણ ઉપજાવે છે. જો કે આ પ્રકારની Âસ્થતીને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. આમાં ઇચ્છાશક્તિનો અભાવ સ્પષ્ટપણે નજરે પડે છે. સાથે સાથે આવા કિસ્સાને રોકવા માટે જાગૃતિનો અભાવ પણ દેખાઇ આવે છે. તબીબોને પણ વધુ ઇમાનદારીપૂર્વક કામ કરવાની જરૂરિયાત દેખાઇ આવે છે. બિન સુરક્ષિત ગર્ભપાતના કિસ્સામાં ઘણા પગલાં લેવામાં આવ્યા હોવા છતાં વધારો થયો છે. દેશમાં વર્ષ ૨૦૦૮માં ૬.૫ મિલિયન ગર્ભપાત થયા હતા જે પૈકી ૬૬ ટકા અથવા તો બે તૃતીયાંશ જેટલા ગર્ભપાત બિનસુરક્ષિત હતા. આ અહેવાલથી ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને આરોગ્યના ક્ષેત્રમાં દેશનું નિરાશાજનક ચિત્ર સપાટી ઉપર આવ્યું છે. દક્ષિણ અને મધ્ય એશિયામાં જે ગર્ભપાત થાય છે જે પૈકી ભારતમાં થતાં ગર્ભપાતની ભૂમિકા મોટી છે. દક્ષિણ અને મધ્ય એશિયામાં ૧૦.૫ મિલિયન ગર્ભપાત થયા હતા જે પૈકી ૬.૫ મિલિયન ગર્ભપાત ભારતમાં થયા હતા.
આ પ્રદેશમાં દરેક એક લાખ ગર્ભપાત પૈકી ૨૦૦ મહિલાઓના ગર્ભપાત દરમિયાન જ મોત થઈ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જારી કરવામાં આવેલા નવેસરના વૈશ્વિક આંકડામાં આ મુજબનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશરે ન્યૂયોર્ક Âસ્થત સંસ્થા સાથે મળીને આંકડા જારી કર્યા છે. મેડીકલ જર્નલમાં લેન્સેટ નામથી પ્રકાશિત આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૦૩ની સરખામણીમાં વર્ષ ૨૦૦૮માં ૨.૨ મિલિયન વધુ ગર્ભપાત થયા હતા. વર્ષ ૨૦૦૮માં ગર્ભપાતનો આંકડો ૪૩.૮ મિલિયન હતો જ્યારે વર્ષ ૨૦૦૩માં આ આંકડો ૪૧.૬ મિલિયનની આસપાસ હતો. વૈશ્વિક રીતે ગર્ભપાતનો દર પ્રતિ એક હજાર મહિલામાં ૨૮ની આસપાસ છે જે વર્ષ ૨૦૦૩ બાદથી બદલાયો નથી. જા કે બિનસુરક્ષિત ગર્ભપાતની ટકાવારીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ૧૯૯૫માં આવા ગર્ભપાતનો દર ૪૪ ટકા હતો જે વર્ષ ૨૦૦૮માં વધીને ૪૯ ટકા થઈ ગયો હતો.વિકાસશીલ દેશોમાં ગર્ભપાત ૧૯૯૫માં ૭૮ ટકા હતો જે ૨૦૦૮માં વધીને ૮૬ ટકા થયો હતો. ત્યારબાદ વદુ વધારો થયો છે.
વિકસિત દેશોમાં વર્ષ ૨૦૦૩ બાદથી ગર્ભપાતની સંખ્યામાં ૦.૬ મિલિયનનો ઘટાડો થયો છે જ્યારે વિકાસશીલ દેશોમાં ગર્ભપાતની સંખ્યામાં ૨.૮ મિલિયનનો વધારો થયો છે. ગર્ભપાત ભારતમાં કાયદેસર છે અને સર્વિસ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ખૂબ સારી છે પરંતુ કેટલાક કારણસર મહિલાઓ બિનસુરક્ષિત ગર્ભપાત તરફ વધે છે જેને લીધે ઘાતક સાબિત થાય છે. ભારતમાં પ્રતિ એક લાખ ગર્ભપાતમાં ૨૦૦ મહિલાઓના મોત માટે જે કારણ છે દક્ષિણ અને મધ્ય એશિયાના દેશોમાં તમામ પ્રસુતિના મોતમાં ૧૩ ટકાનો આંકડો બિનસુરક્ષિત ગર્ભપાત છે. ડબલ્યુએચઓ દ્વારા બિનસુરક્ષિત ગર્ભપાત માટે ખાસ પરિભાષા નક્કી કરવામાં આવી છે. આના મુજબ બિનકુશળ વ્યક્તિગતો દ્વારા આ ઓપરેશન કરવામાં આવે છે. અંદાજિત વિશ્વવ્યાપી સગર્ભાનો આંકડો પણ ઓછો નથી.