અમદાવાદ : રોજગારલક્ષી ટેકનિકલ કૌશલ્યની તાલીમ સાથે સ્થાનિક યુવાનોને સક્ષમ બનાવીને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે ગુજરાતમાં ત્રણ શહેરો રાજકોટ, ગાંધીનગર અને સાણંદ (અમદાવાદ)માં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇટીઆઈ) સાથે જોડાણમાં એનાં પ્રથમ સ્કિલ એન્હાન્સમેન્ટ સેન્ટર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ફક્ત ૮ મહિનામાં ભારતમાં હોન્ડાએ કુલ ૨૨ સ્કિલ એન્હાન્સમેન્ટ સેન્ટર સ્થાપિત કર્યા છે.
આ ત્રણ હોન્ડા સ્કિલ એન્હાન્સમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં કસ્ટમર સર્વિસ – વેસ્ટ, રિજનલ હેડ શ્રી શિવપ્રકાશ હિરેમથ અને રાજ્ય સરકાર તથા સંબંધિત આઇટીઆઈનાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં થયું હતું. હોન્ડાનાં સ્કિલ એન્હાન્સમેન્ટ સેન્ટર્સ રાજકોટની સરકારી આઇટીઆઈ (આજી ડેમ નજીક, ભાવનગર રોડ), ગાંધીનગર (સેક્ટર ૧૫, જીઆઇડીઇ રોડ, એલડીઆરપી કોલેજ કેમ્પસ નજીક) અને સરખેજ (કમ્યુનિટી હેલ્થ સેન્ટર સામે) સ્થિત છે, જે ટૂ-વ્હીલર્સ અને સર્વિસ માળખા સાથે સજ્જ છે.
આ કેન્દ્રોને વિદ્યાર્થીઓને ટૂ-વ્હીલર્સનાં વ્હિકલ મેઇન્ટેનન્સ અને રિપેરનાં ટેકનિકલ પાસાંને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિકલ તાલીમ આપવા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ફંક્શનલ વર્કશોપ્સ તરીકે વિકસાવવામાં આવ્યાં છે. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી હોન્ડા પોતાનાં હોન્ડા ઉત્પાદન પ્લાન્ટ અને ડિલરશિપમાં ઉમેદવારોને ભરતીની તક પૂરી પાડશે.