ગોડ બ્લેસ ફાઉન્ડેશન દ્વારા દ્વારકેશ પાર્ક સોસાયટીના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ આજે જ્યારે આપણે વૈશ્વિક સ્તરે પ્રદૂષણના વધી રહેલા વ્યાપના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો સામનો કરી રહ્યાં છીએ અને તેથી આવનારા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી જોવા મળે તે માટે પગલા લેવા જરૂરી છે. આ જ પગલાને અનુસરતા સામાજિક સંસ્થા ગોડ બ્લેસ ફાઉન્ડેશન પહેલ સાથે આગળ આવી છે.  શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીજણ ખાતે દ્વારકેશ પાર્ક સોસાયટીના રહીશોએ ગોડ બ્લેસ ફાઉન્ડેશન સાથે મળીને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ  આયોજન  23 જૂન, રવિવારે સવારે 7 થી 10 કલાક દરમિયાન કરવામાં હાથીજણ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના ફાઉન્ડર દિપક હડકર દ્વારા પર્યાવરણ બચાવો વિષય પર જરૂરી બાબતો વિશે માહિતી પુરી પાડવામાં આવશે.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ વિવિધ પ્રજાતિના 200થી વધુ રોપાથી પર્યાવરણને રક્ષિત કરવાનો નિર્ધાર ધરાવે છે, જેમાં 50થી વધુ સભ્યો જોડાશે અને પર્યાવરણ બચાવવાની દિશામાં કાર્ય કરશે.

Share This Article