અમદાવાદ : ગુજરાતમાં તમામ ૨૬ સીટ પર ભારતીય જનતા પાર્ટી લીડ મેળવી રહી છે. મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો છે. તમામ સીટો ભારતીય જનતા પાર્ટી મેળવી લેવા તૈયાર છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કહ્યુ હતુ કે મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાને ટેકો આપ્યો છે. ખાસ કરીને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારોમાં જારદાર ઉત્સુકતા અને ઉત્તેજના છવાયેલી જાવા મળી રહી છે. સવારના ૮-૦૦ વાગ્યાથી મતણગતરી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યમાં ૨૬ સંસદીય મત વિસ્તાર અને ૩ પેટાચૂંટણી માટે ૨૭ મતગણતરી કેન્દ્રો તથા જામનગર(ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે એક મતગણતરી કેન્દ્ર મળીને કુલ ૨૮ મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે ૨૫૪૮ કાઉન્ટીંગ સુપરવાઈઝર, ૨૫૪૮ કાઉન્ટીંગ આસીસ્ટન્ટ તથા ૨૯૧૨ જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ ૮,૬૬૨નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
દેશભરમાં સત્તાવાર રીતે પરિણામ બધી ગણતરી પૂરી થયા બાદ મોડેથી જાહેર કરાશે.આ મતગણતરીને લઈ ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ ૧૪ મતગણતરી ટેબલ એક આરઓ(રિટર્નીંગ ઓફિસર)-એઆરઓ(આસીસ્ટન્ટ રિટર્નીંગ ઓફિસર)નું ટેબલ રાખવામાં આવ્યા હતા.