અમદાવાદનાં તાજેતરમાં જ એક એનોખો ફેશન શો યોજાઈ ગયો. જેમાં દિવ્યાંગ માટે કામ કરતી એક એનજીઓ અને શહેરની જાણિતી સેલિબ્રિટીઝ એક જ મંચ પર રેમ્પ વોક કરતા જોવા મળ્યા. આ ઈવેન્ટ કરવા પાછળનો આશય ખૂબ જ નેક હતો. શહેરની બે મહિલાઓ ધનલક્ષ્મી ત્રિવેદી અને પૂર્વી ત્રિવેદી દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો.
અમદાવાદનાં એક એનજીઓ જેનું નામ છે થીન્ક પોઝિટિવ. આ એનજીઓ દિવ્યાંગો માટે કાર્યરત છે. તેમને સપોર્ટ કરવા માટે આ બે અગ્રણી મહિલાઓએ તેમનો ડાન્સ શો અને ફેશન શો યોજ્યો હતો. આ શો શહેરનાં જાણીતા રીસોર્ટ વ્હીસલિંગ મેડોસ ખાતે યોજાયો. આ નેક કામ કરવા રીસોર્ટે પણ સાથે જોડાઈને તેમાં ભાગ લીધો. તેમના આ પ્રયાસમાં શહેરનાં ઘણા બધા નામચીન વ્યક્તિઓએ પોતાના બિઝી શિડ્યૂલમાંથી પણ સમય કાઢીને ફેશન શોમાં ભાગ લીધો. તેમણે સૌએ થીન્ક પોઝિટિવનાં સભ્યોને સપોર્ટ કરવા સહજોડે આ ફેશન શોમાં વોક કર્યું.
તે સાથે શહેરનાં અન્ય જાણીતા ચહેરાઓ દ્વારા પદમાવતી થીમ પર વોક કરવામાં આવ્યું હતુ.
થીન્ક પોઝિટિવ એનજીઓનાં આ સભ્યો પોતાની જાતને દિવ્યાંગ બિલકૂલ નથી માનતા. તે દરેકમાં એક હુનર છે અને તે હુનરથી તેઓ રોજગારી પણ મેળવે છે અને અન્યને મદદ પણ કરે છે.
આ બે મહિલાઓ પૂર્વી ત્રિવેદી અને ધનલક્ષ્મી ત્રિવેદી દ્વારા આ કાર્યની પહેલ કરવામાં આવી હતી.