તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ટામેટા ખાવાથી હાર્ટના રોગના ખતરાને દૂર રાખી શકાય છે. વધુ લાલ રંગના ટામેટા ત્રીજા ભાગ સુધી હાર્ટના રોગના ખતરાને ઘટાડી દે છે. બોસ્ટનમાં કરવામાં આવેલા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આંકડામાં સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. કાર્ડિયોવેક્યુલર સિસ્ટમ ઉપર લેકોપીન ઘટક તત્વોની અસર જોવા માટે અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૈંકડો દર્દીઓને આના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા હતા. અમેરિકામાં અભ્યાસવેળા તમામ લોકોને જુદા જુદા વર્ગમાં મૂકી દેવામાં આવ્યા હતા. અભ્યાસમાં ભાગ લેનાર લોકોની ડાઈટની પદ્ધતિને ધ્યાનમાં લેવામાં આવી હતી.
આ લોકો ટામેટા કેટલા પ્રમાણમાં અને કઈ રીતે ખાય છે તેના ઉપર ધ્યાન આપ્યું હતું. નિયમિત રીતે ડાઈટમાં ટામેટાનો ઉપયોગ કરનાર લોકોની આરોગ્યની સ્થિતિ વધુ સારી રહી છે. ટામેટા ખાવાથી હાર્ટના રોગને ૨૬ ટકા સુધી ઘટાડી શકાય છે. ટામેટાના શોખીન લોકોની સંખ્યા ઓછી નથી. પરિણામ દર્શાવે છે કે નિયમિત આધાર ઉપર લેકોપીન સંબંધિત ચીજવસ્તુઓ ખાવાથી ૨૬ ટકા સુધી કોરોનરી હાર્ટના જોખમને ઘટાડી શકાય છે.
જો કે સ્ટ્રોકની તકો ઉપર તેની કોઈ અસર થતી નથી. સંશોધકોએ તેમના તારણના આધાર ઉપર કહ્યું છે કે ટામેટા અતિ મહત્વપૂર્ણ ઘટક તત્વો ધરાવે છે. અભ્યાસના તારણો નવેસરના બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રીશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. વધુ અભ્યાસની પ્રક્રિયા હવે ટૂંકમાં જ હાથ ધરવામાં આવશે. ટામેટાને આવરી લઈને અગાઉ પણ ઘણા સર્વે થઈ ગયા છે જેમાં મોટાભાગે ટામેટાને ઉપયોગી ગણવામાં આવ્યા છે. ખાસ કરીને લોહી અને હિમોગ્લોબીનમાં પણ ટામેટા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.