હોળીને લઈને ગુજરાતનાં વિવિધ ક્ષેત્રમાં વિવિધ પરંપરા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં કેટલાક પ્રદેશોમાં હોળીને હુતાસણી પણ કહે છે. જ્યારે ધુળેટીને પડવો કહેવામાં આવે છે. પોરબંદરમાં હોળીમાં પણ રાસ રમવાનો રીવાજ છે. જ્યારે પંચમહાલ જેવા વિસ્તારમાં હોળીને દિવસ પરંપરાગત નૃત્ય કરવામાં આવે છે. ઘણાં આદિવાસી વિસ્તારમાં હોળીને દિવસે બરછીફેંક, દોડ, ઘોડાદોડ જેવી રમતો યોજવામાં આવે છે. દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી લગ્ન વાંચ્છુકો માટે મેળો પણ યોજવામાં આવે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે જેને બાળક જનમ્યુ હોય તે પોતાના બાળકને લઈને હોળીની પ્રદક્ષિણા કરાવડાવે છે તથા હોળીનાં દર્શન કરાવડાવે છે જેથી તેને કોઈ રોગ ન થાય તે ઉપરાંત તેને પતાસાની માળા એટલે કે હારડો પહેરાવે છે . તેઓ હોળીને દિવસે આખા ગામ કે સમાજમાં ખજૂર વહેંચે છે. અમુક જ્ઞાતિમાં હોળીને દિવસે નવવધૂનું કંકુ ચોખાથી પૂજન કરવામાં આવે છે.

Share This Article