ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેના રોજ મનાવામાં આવે છે. ભારતના સ્વતંત્રતા સમયે આજનો ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્યનું અંગ હતું. ભારત અને મહારાષ્ટ્રની સ્થાપના દિવસ ૧લી મેના રોજ મનાવવામાં આવે છે, કોઇ એક સમયે આ બંને રાજ્યો મુંબઇનો ભાગ હતા. જ્યારે મુંબઇ રાજ્યથી મહારાષ્ટ્ર અને ગુજરાતના નિર્માણનો પ્રસ્તાવ આવ્યો હતો ત્યારે તાત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ મુંબઇને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની રજૂઆત કરી. તેમનું તર્ક હતું કે જો મુંબઇને દેશની આર્થિક રાજધાની તરીકે જાળવી રાખવી છે તો આમ કરવું જરૂરી છે.
ગુજરાત :
ગુજરાત પશ્વિમ ભારતમાં સ્થિત એક રાજ્ય છે. તેની ઉત્તરે પશ્વિમની સીમા જે આંતરરાષ્ટ્રીય સીમા પણ છે અને પાકિસ્તાનથી જોડાયેલી છે. પ્રાચીનતા તેમજ ઐતિહાસિકતાની દ્રષ્ટિએ ગુજરાત, ભારતનું અત્યંત મહત્વપૂર્ણ રાજ્ય છે.
નામકરણ :
ગુજરાત નામ, એ ગુર્જર પરથી આવ્યો છે. ગુર્જરોનું સામ્રાજય 6ઠ્ઠીથી 12 મી સદી સુધી ગુર્જર અથવા ગુર્જર ભૂમિના નામથી ઓળખાય છે. ગુર્જર એક સમુદાય છે.
ઇતિહાસ
ગુજરાતનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે લગભગ 2000 વર્ષ જુનો છે. એવી પણ એક માન્યતા છે કે ભગવાન કૃષ્ણ મથુરા છોડીને સૌરાષ્ટ્રના પશ્વિમ તટ પર વસી ચુક્યા હતા. જે દ્વારકા અર્થાત પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. પછીના વર્ષોમાં મૌર્ય, ગુપ્ત, પ્રતિહાર તથા અન્ય અનેક રાજવંશીઓએ આ પ્રદેશ પર રાજ કર્યું હતું.
ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન :
ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ગુજરાતના અનેક સ્વતંત્રતા સેનાનીઓએ યોગદાન આપ્યું છે જેમાંથી મુખ્ય છેઃ કસ્તૂરબા ગાંધી, મહાત્મા ગાંધી, અશ્વિનીકુમાર દત્ત, સરદાર પટેલ, જીવરાજ મહેતા, હંસા મહેતા, ગણેશ વાસુદેવ માવલંકર, વિઠ્ઠલદાદ ઝવેરભાઇ પટેલ મહાદેવ દેસાઇ, મનીભાઇ દેસાઇ વગેરે.
ધર્મ :
ગુજરાતમાં વધારે પડતી જનસંખ્યા હિન્દુ ધર્મને માને છે, જ્યારે અમુક સંખ્યા ઇસ્લામ, જૈન અને પારસી ધર્મને માનનારની પણ છે. રાજ્યનીતિ હંમેશાથી અહિંની જનતાની ધાર્મિક સહિષ્ણુતાના કારણે ખાસ રહી છે. પરંતુ 20મી સદીના ઉતરાર્ધમાં વધતા સાંપ્રદાયિક તનાવના કારણે ધમાલ પણ થઇ છે.
સંસ્કૃતિ :
ગુજરાતની મોટાભાગની લોક સંસ્કૃતિ અને લોકગીત હિન્દુ ધાર્મિક સાહિત્ય પુરાણમાં વર્ણિત ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી કવિતાઓથી પ્રતિબિંબિત થાય છે. કૃષ્ણના માનમાં કરવામાં આવેલો રાસ નૃત્ય અને રાસલીલા પ્રખ્યાત લોકનૃત્ય “ગરબા”નું રૂપ પણ હજી પણ પ્રચલિત છે. આ નૃત્ય દેવી દુર્ગાનો નવરાત્રિ પર્વ છે. અહિં હજુ પણ લોક નાટ્ય ભવાઈ પણ અસ્તિત્વમાં છે.
પ્રવાસન સ્થળો:
- ગુજરાતમાં અનેક લોકપ્રિય પ્રવાસન સ્થળો આવેલા છે. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, પાલીતાણાની નજીક શત્રુંજય પહાડી, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી, તરંગા અને ગિરનાર જેવા ધાર્મિક સ્થળો સિવાય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર તથા પુરાતત્વ અને વાસ્તુકળાની દ્રષ્ટિથી ઉલ્લેખનીય પાટણ, સિધ્ધપુર, ઘુરનલી, ડભોઇ, મોઢેરા, લોથલ, અને અમદાવાદ જેવા સ્થળો પણ છે.
- અમદાવાદ, માંડવી, અને તીથલના સુંદર સમુદ્ર તટ સાપુતારા પર્વતીય સ્થળ, ગિર વનોના સિંહનું અભયારણ્ય અને કચ્છમાં જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું અભ્યારણ્ય પણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે.