જાણો, લવિંગનાં તેલનાં ફાયદા વિશે…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આપણે સૌ જાણીએ છીએ કે લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ જેટલું ઉપયોગી લવિંગ છે તેટલું જ ઉપયોગી લવિંગનું તેલ છે. તો આવો જાણીએ લવિંગનાં તેલનાં કેટલા ફાયદા છે.

  • લવિંગનાં તેલમાં વિટામીન એ અને સી, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે.
  • લવિંગનાં તેલમાં એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણો રહેલા છે. તેથી તેને ઈન્ફેક્શન અટકાવવા માટે પણ યુઝ કરવામાં આવે છે.
  • રાંધવામાં લવિંગનાં તેલનો ઉપયોગ કરવાથી બ્લડશૂગર કંટ્રોલમાં રહે છે આથી ડાયાબિટિસનાં પેશન્ટ માટે લવિંગનું તેલ આશીર્વાદ સમાન છે.
  • કાનમાં દુખાવો થતો હોય કે મેલ વધારે જામી ગયો હોય તો કાનમાં લવિંગનાં તેલનાં બે ટીંપા નાખવાથી રાહત મળે છે.
  • દાંતમાં દુખાવો થતો હોય તો પણ લવિંગનાં તેલનું પૂમડું મૂકવાથી દુખાવો ઓછો થઈ જાય છે.
  • શરદી, ખાસી તથા દમની બીમારીમાં પણ લવિંગનું તેલ મદદરૂપ થાય છે.
  • અકસ્માત થયો હોય તે વખતે ઘા પર લવિંગનું તેલ લગાવવાથી ઈન્ફેક્શનથી બચી શકાય છે.
Share This Article