દિલ્હી : ભારતની અગ્રણી આઇસ્ક્રીમ બ્રાન્ડ અને સાઉથ કોરિયન ગ્રૂપ લોટ્ટે કન્ફેક્શનરીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હેવમોરસોલાપુરમાં એનો નવો પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ગુજરાત અને ફરિદાબાદ પછી કંપનીનું ફેક્ટરીમાં ત્રીજું રોકાણ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન ૧૦ એપ્રિલનાં રોજ લોટ્ટે કન્ફેક્શનરીનાં શ્રી મેંગ કો નોહ અને હેવમોર આઇસ્ક્રીમનાં એમડી શ્રી અનિદ્ય દત્તાએ કર્યું હતું.
આ નવો પ્લાન્ટ અત્યાધુનિક છે, જેમાં સ્પેશ્યલ ઓટોમેટેડ ટેકનોલોજી અને મશીનરી છે. મહારાષ્ટ્રનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સ્થાપિત પ્લાન્ટ સાથે કંપની હવે દક્ષિણ ભારતનાં બજારની જરૂરિયાત પૂર્ણ કરશે.
પશ્ચિમ અને ઉત્તરનાં બજારોમાં હેવમોર સારી કામગીરી ધરાવે છે. આ નવા પ્લાન્ટનાં વિસ્તરણ સાથે બ્રાન્ડે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કામગીરી શરૂ કશે અને એની જરૂરિયાતો પૂર્ણ કરશે. ગ્રાહકો માટે પોતાની ઉત્કૃષ્ટ અને નવીન ફ્લેવર્સ માટે જાણીતી આ આઇસ-ક્રીમ બ્રાન્ડની એની વિશિષ્ટ ઓફર અને નવીનતા માટે હંમેશા ઊંચી માગ રહી છે.
આ ત્રીજા પ્લાન્ટનાં ઉદ્ઘાટન પર હેવમોર આઇસ્ક્રીમનાં એમડી શ્રી અનિદ્ય દત્તાએ કહ્યું હતું કે, “સોલાપુરમાં આ નવો પ્લાન્ટ અમારી વિસ્તરણ વ્યૂહરચનામાં અમારાં માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમે રાષ્ટ્રીય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને લીડરશિપ પોઝિશન પર ભાર મૂક્યો છે. એટલે અમારાં માટે અમારી અતિ પસંદગીનાં ઉત્પાદનો કન્ઝ્યુમર માર્કેટમાં વધારે પહોંચે એ મહત્ત્વપૂર્ણ છે. આ નવા ઉમેરાથી અતિ જરૂરી ક્ષમતામાં વધારો થવાની સાથે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં બજારોમાં પહોંચ વધશે.”