અમદાવાદ : આપણા જીવનમાં આ બધી જ વસ્તુઓ એક સાથે જો કોઈ લાવતું હોય તો તે વ્યક્તિ છે આપણી માતા, બહેન, પુત્રી અથવા પત્ની! તેઓ તેમના દૈનિક જીવનના હૃદયના ધબકાર ગુમાવીને પણ આપણા જીવનનું ચિત્ર એકદમ પરીપૂર્ણ કરે છે.
પરંતુ એક પ્રશ્ન નથી પૂછાતો કે કઈ વસ્તુ તમને તમે બનાવે છે? તમે એક માતા, બહેન, સખી અને પત્નીથી આગળ શું છો? તમારા ખાલી સમયમાં તમે શું કરો છો? અને જો તમારા સમયમાંથી ૨ ક્લાકનો સમય બચાવવામાં તમને મદદ મળે તો તમે શું કરશો?
આ એ પ્રશ્નો છે, જે મધર્સ રેસિપીએ ‘ટેસ્ટ ધ લવ’ શ્રેણીના ભાગરૂપે તેના તાજેતરના અભિયાન #GiftofTime (ગીફ્ટ ઓફ ટાઈમ)માં મહિલાઓને પૂછ્યા. મહિલા દિને અભિયાનો શરૂ કરવાના બ્રાન્ડ વેગનમાં કૂદી પડવાની પરંપરાના બદલે મધર્સ રેસિપીએ ઈરાદાપૂર્વક સપ્તાહો પછી આ અભિયાન લોન્ચ કર્યું છે, જેથી મહિલાઓને એક મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડી શકાય કે મહિલાઓએ માત્ર ૮મી માર્ચના એક દિવસે જ નહીં પરંતુ દરરોજ પોતાની ઊજવણી કરવાની જરૂર છે. માર્ચ મહિના સિવાય પણ મહિલાઓનું અસ્તિત્વ છે.
અભિયાનનો વીડિયો :
આ કેમ્પેનનો વીડિયો તેમની આજુબાજુની વિવિધ ભૂમિકાઓ અને અપેક્ષાઓની કાળજી રાખતી ત્રણ મહિલાઓના વ્યસ્ત નીરસ જીવનની એક ઝલક સાથે થાય છે. આ મહિલાઓના જીવનમાં અનપેક્ષિત વળાંક નથી આવતો ત્યાં સુધી તેમનું જીવન જાણે સ્વયંચાલિત સ્થિતિમાં હોય તેમ જણાય છે. તેમને માત્ર એક સરળ પ્રશ્ન પૂછવામાં આવે છે – તમારી પાસે દરરોજ બે ક્લાકનો વધારાનો સમય હોય તો તમે શું કરવાનું પસંદ કરો? ત્યાર બાદ તેઓ લાગણીપૂર્વક પોતાના વિશે વિચારે છે, જેના માટે તેઓ પહેલાં વિચારી નથી શકતા. પરંતુ થોડાક સમય પછી તેઓ તેમના મનગમતા વિષયો અંગે જણાવે છે. ત્યાર બાદ મધર્સ રેસિપી તેમની સમક્ષ ભોજનના સ્વાદિષ્ટ અને વિશ્વસનીય વિકલ્પોનું વિશ્વ રજૂ કરે છે, જે તેમના માટે ઝડપથી ભોજન બનાવવા માટે સાનુકૂળ હોય છે. આમ, રસોડામાં તેમનો સમય બચાવવામાં તેના ઉત્પાદનો કેટલા મદદરૂપ થઈ શકે છે તે સંદેશ પર રસપ્રદ રીતે પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ મહિલાઓને પરિવાર અને ભોજનના સ્વાદ સાથે સમાધાન સાધ્યા વિના પોતે જે કરવા માગે છે તે કરતી દર્શાવવાની સાથે સકારાત્મક સંદેશ સાથે આ વીડિયો પૂરો થાય છે.
આ અભિયાન અંગે વાત કરતાં મધર્સ રેસિપીના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર સંજના દેસાઈએ જણાવ્યું કે, ‘સંપૂર્ણ પરિવારની દેખભાળ કરવાના પ્રયાસમાં અનેક વખત ‘હું’ ગુમ થઈ જાય છે,પરંતુ આ જ સમયમાં વ્યક્તિગતતામાં વધારો થાય છે અને ગુનાની ભાવના દૂર થાય છે. એક બ્રાન્ડ તરીકે અમારે તેમના માટે માર્ગ મોકળો કરવો જોઈએ. તેથી આ અભિયાન સાથે અમારો હેતુ આજના સમયમાં મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા મોટા પડકાર પર પ્રકાશ પાડવાનો અને તેનો ઉકેલ લાવવાનો છે. મધર્સ રેસિપી દૃઢતાપૂર્વક જીવનશૈલીમાં ઉકેલો રજૂ કરવામાં, તેના ગ્રાહકોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવામાં વિશ્વાસ ધરાવે છે. અમારા ઉત્પાદનો સાથે અમે અમારા ગ્રાહકોને રસોડામાં સક્ષમ બનાવવા, તેમને સમૃદ્ધ બનાવવા માગીએ છીએ, તેમને બદલવા નથી માગતા. અમે રસોડામાં તેમનો સમય બચાવવામાં મદદરૂપ થવા માગીએ છીએ, જેથી બાકીના સમયમાં તેમને જે ગમે છે તે કામ તેઓ કરી શકશે.’
તેમણે વધુમાં ઉમેર્યું, ‘આ માત્ર કોઈ એક દિવસ ઊજવવાની વાત નથી, તેથી અમે ઈરાદાપૂર્વક મહિલા દિને આ અભિયાન લોન્ચ કરવાનું ટાળ્યું. આ બાબત ચોક્કસ દિવસથી આગળ નજર દોડાવવા અંગે છે, જેનો આશય વર્ષના પ્રત્યેક દિવસમાં પરિવર્તન લાવવાનો છે.’
મધર્સ રેસિપી ચટણી, અથાણા, આરટીસી, ઈન્સ્ટન્ટ મિક્સ અને અન્ય ઉત્પાદનોની વ્યાપક રેન્જ ધરાવે છે, જે સ્વાદિષ્ઠ ફ્લેવર્સ, પ્રાદેશિક સ્વાદ ધરાવે છે અને તે બનાવવામાં સરળ અને સાનુકૂળ છે. બ્રાન્ડે આ અભિયાનને વિવિધ અજોડ ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો અને રેડિયો મારફત વધુ વ્યાપક બનાવવાની યોજના બનાવી છે.
ટ્રીટોન કોમ્યુનિકેશન્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી વિરેન્દ્ર સૈનિએ જણાવ્યું કે, ‘આજની પરિસ્થિતિમાં મહિલાઓ તેમના શોખ પૂરા કરવા પોતાના માટે થોડોક ફાજલ સમય કાઢવાનું ભૂલી ગઈ છે. તેમણે પોતાને ચોક્કસ માળખામાં બાંધી લીધી છે, જેમાં તેઓ સ્વયંચાલિત રીતે કામ કરતી રહે છે. આ અભિયાન સાથે અમે ખરેખર ઈચ્છીએ છીએ કે મહિલાઓને તેમની ક્ષમતાનો ખ્યાલ આવે અને તેમને જે કામ કરવાનું ગમે છે તે કામ તેઓ કરે. આ અભિયાન પાછળનો વિચાર મહિલાઓને તેમની વર્તમાન જવાબદારીથી દૂર કરવાનો અથવા તેની સાથે સમાધાન સાધવાનો નથી, પરંતુ તેમના માટે થોડોક મૂલ્યવાન સમય કાઢવા કંઈક ભેટ આપીને તેમને સમૃદ્ધ અને સક્ષમ બનાવવાનો છે. તેથી આ અભિયાન ‘‘#Giftoftime’ છે.’