મેટરનિટી બેનિફિટ એક્ટમાં સુધારા કરીને સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન રજાની સંખ્યાને ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહ કરવામાં આવ્યા બાદ સ્થિતી વધારે ખરાબ થઇ હોવાનુ સપાટી પર આવ્યુ છે. મહિલાઓ બાળક અને પોતાની વધારે સારી રીતે કાળજી લઇ શકે તે માટે આ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે પરંતુ આના કારણે નોકરી કરતી મહિલાઓની નોકરી સામે મુશ્કેલી સર્જાઇ ગઇ છે. માનવ સંશાધન સર્વિસ કંપની ટીમ લીજના અભ્યાસમાં એવી બાબત ઉભરીને સપાટી પર આવી છે કે આ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા બાદ મહિલાના હિતમાં નિર્ણય કરવા માટે કંપનીઓ અને કોર્પોરેટ જગતની જવાબદારી વધી રહી છે.
આવી સ્થિતીમાં એક્ટમાં સુધારા કરવાના કારણે ૧.૨૦ લાખ નોકરી ખતરામાં પડી ગઇ છે. મેટરનિટી લીવ વધી ગયા બાદ વધતા દબાણના કારણે મોટી કંપનીઓ અને કોર્પોરેટ હાઉસ મહિલાઓને નોકરી આપવામાં ખચકાટ અનુભવ કરે છે. મહિલાને કામ પર રાખવા માટે તેની સુરક્ષાની જવાબદારી પણ હવે મહિલાઓની બની ગઇ છે. જેથી નોકરીમાં મહિલાઓને રાખવામાં કંપનીઓ ખચકાટ અનુભવ કરે છ. મોડી રાત સુધી જા મહિલાઓ કામ કરે છે તો તેમને ઘરે મુકવા માટે જવાની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવામા ંઆવે છે. કંપનીઓને કેબની વ્યવસ્થા કરવાની જરૂર હોય છે.
મોટી મોટી કંપનીઓ તો આ સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવે છે પરંતુ નાની કંપનીઓ તો આવા આર્થિક બોજ આવે નહી તે માટે પહેલાથી જ મહિલાઓને નોકરી પર રાખવા માટે ખચકાટ અનુભવ કરે છે. આંકડા દર્શાવે છે કે ૨૦૦૪થી વર્ષ ૨૦૧૧ સુધીના ગાળામાં કામકાજી મહિલાઓની સંખ્યામાં બે કરોડનો ઘટાડો થયો છે. કોર્પોરેટ જગતમાં મહિલાઓના પ્રવેશના દરવાજા ઓછા અને બહાર જવાના દરવાજા વધારે છે. વિશ્વાસપાત્ર પરિવહનમાં ઘટાડો પણ કારણરૂપ છે. ખરાબ કામકાજી માહોલ પણ મહિલાઓને કેટલીક જગ્યાએ મળે છે. બાળકોની સાચવણી, ઘરમાં રહેલા વરિષ્ઠ લોકોની દેખરેખ પણ નકરી છોડવા માટેના કારણ તરીકે હોઇ શકે છે. સાથે સાથે નોકરી કરવાને લઇન પરિવારના સભ્યોનો ટેકો મળતો નથી તે પણ એક કારણ તરીકે છે.