ચૈત્ર નવરાત્રિનો પ્રાંરભ થઇ ગયો છે. શ્રદ્ધાળુઓ ભક્તિમાં ડુબી ગયા છે. ચૈત્રી નવરાત્રિ હવે ૧૪ એપ્રિલ સુધી ચાલવાની છે. શામાં પણ ચૈત્ર નવરાત્રિનો પણ તેનું વિશેષ મહત્વપૂર્ણ વર્ણવવામાં આવ્યું છે. કારણકે ચૈત્ર નવરાત્રિથી નવા વર્ષના પંચાંગની ગણના શરૂ થઇ જાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરાય છે અને તે બાદ ચૈત્ર નવરાત્રિ ૮ દિવસની છે. કારણકે સપ્તમી અને અષ્ટમી તિથિ એક સાથે છે. એવામાં પૂજા અર્ચના સિવાય પણ કેટલાક એવા કામ હોય છે.
જેનું નવરાત્રિના દિવસે ખૂબ ધ્યાન રાખવું જોઇએ. નવરાત્રિના દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસોમાં કરવામાં આવેલા દરેક કામ સફળ થાય છે. આ કારણથી આ દિવસોમાં ગૃહ પ્રવેશ, માંગલિક કાર્ય અને સોનું ચાંદી ખરીદવું ખૂબ શુભ હોય છે. કહેવાય છે નવરાત્રિના દિવસે માતાને અત્તર અર્પિત કરવા જોઇએ અને માં દુર્ગાને અત્તર અર્પિત કર્યા બાદ તે અત્તરને માનો આશીર્વાદ સમજીને તેનો ઉપયોગ કરવો જોઇએ તેનાથી લાભ થાય છે.
નવરાત્રિના દિવસે મા તમાર ઘરે મહેમાન બનીને આવે છે આ કારણથી નવરાત્રિના દિવસે વ્રતમાં તમે તમારા માટે જે બનાવો છો તેનો મા દુર્ગાને પહેલા ભોગ લગાવો અને તે સિવાય ઘરમાં આવનાર મહેમાનો પણ જમાડ્યા વગર જવા ન દો. જો પરિવારમાં કોઇ સદસ્ય બીમાર છે તો નવરાત્રિમાં શિવલિંગ પર કાળા તલ અને જળ અર્પિત કરવા જોઇએ, તેનાથી પરિવારના લોકોના દરેક કષ્ટ દૂર થઇ જાય છે. ચૈત્રી નવરાત્રિ દરમ્યાન નવ દિવસ માંઇભકતો ભારે તપ, ભકિત અને આરાધના કરી માતાજીને પ્રસન્ન કરી તેમના કૃપા-આશીર્વાદ મેળવતા હોય છે.