મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે માણસ એના safe zone માંથી બહાર નથી નીકળી શકતો પણ જ્યારે એકવાર હિંમત કરીને એ પોતાનું પીંજરું પોતાના હાથે તોડી નાખે પછી એની અંદરનું નૂર પ્રગટ થાય છે અને એને એની મંજિલ નજીક લાગે છે. હવે જોઈએ આગળ,
જેમ જેમ માણસ પોતાની મંજિલ તરફ આગળ વધે છે એમ એમ એને પોતાને એની કેપેસિટી ખબર પડતી જાય છે કે પોતે આ કામ કરવા માટે કેટલી ક્ષમતા ધરાવે છે. આમ પણ કર્મ કરવાથી આપણું સાચું સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ. અને જેમ જેમ આપણી મહેનત વધતી જાય છે એમ એમ આપણી આંખોમાં એની ચમક આવતી જાય છે, આપણું લક્ષ્ય આપણી સામે ચોખ્ખું થતું જાય છે અને જેમ જેમ આપણી મંજિલ આપણને નજીક દેખાતી જાય એમ એમ આપણી ધડકનમાં પણ એ ધબકવા લાગે છે, આપણાં હૃદયનો એક એક ધબકારો આપણને એક નવી ઉર્જા, એક નવા ઉત્સાહ, એક નવા જોમ,એક નવા જુસ્સાની ભેટ આપે છે જેના પરિણામે આપણે આપણી મંજિલ તરફ અવિરતપણે આગળ ચાલતા રહીએ છીએ. અને ધીરે ધીરે આ ખલબલી એટલી વધી જાય છે કે સમગ્ર અસ્તિત્વમાં એના પડઘા પડતા હોય એવું લાગે છે અને આપણે ચારે તરફથી એક નવા અને પોઝિટિવ વાઇબ્રેશનનો અનુભવ કરીએ છીએ. Alchemist નામની નોવેલમાં પોલો કોએલો એક સરસ મજાનો ડાયલોગ લખે છે કે,
“It’s the possibility of having a dream come true that makes life interesting.”
“सपने सच होने कि सम्भावनाओं से जीवन मनोरंजक हो जाता है।”
– Paulo Coelho
સપના સાચા પડતા હોય એવી અનુભુતિ થાય એટલે જીવન વધુ આનંદદાયક બની રહે છે. માટે એવું લખાય કે
आंखो मे है खलबली
धडकनो मे खलबली
मौसमो मे खलबली
है खलबली
અને જ્યારે જ્યારે આવી પોઝિટિવ ખલબલી અનુભવાય ત્યારે આપણામાં કંઈક change આવે છે. કંઈક બદલાવ આવે છે અને આ બદલાવ હમેંશા સુખદ હોય છે. ક્યારેક એવું બને કે transformation માં થોડી tragedy હોય છે પણ એના ફળ ખુબ tasteful હોય છે. અને આ પરિવર્તનની પ્રક્રિયા એટલી મજેદાર હોય છે કે આપણને જાણે કે એનો નશો ચડતો હોય એવું લાગે છે, આપણને ખુમારી ચડતી હોય એવું લાગે છે અને પછી આપણી દરેક રાત નીલી નીલી થઈ જાય છે. જેવી રીતે રાતે બધા નક્ષત્રો ઉજળા થઈને ચમકે છે એમ એકવાર આપણી અંદર કઈક નવું કરવાની ઈચ્છા જાગે કે આપણા નસીબના નક્ષત્રો ચમકવા લાગે છે અને આપણે એક અલગ રોમાંચ અનુભવીએ છીએ. માટે એવું લખાય કે,
कैसी यह तबदीली है
शीशी बोतल पी ली है
रात नीली नीली है
है खलबली
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત