તેની રસપ્રદ વાર્તાની સાથે સપ્તાહ દર સપ્તાહ દર્શકોનો મનોરંજન કરતો, શો, યેં તેરી ગલિયાઁ દર્શકોનું દિલ જીતી અને નજર ખેંચી રહ્યો છે. તાજેતરમાં દર્શકોએ જોયું કે, શાંતનું (અવિનાશ મિશ્રા)એ અસ્મિતા (વૃષિકા મેહતા)ને મઝુમદાર હાઉસમાંથી બહાર કાઢી મુકી છે અને હૃદોય (લવિન ગોથી) પાગલની જેમ તેને શોધી રહ્યો છે. ધીમે-ધીમે હૃદોય અસ્મિતાને શોધી લે છે, પરંતુ તેણી તેને છોડીને જવા કહે છે, જેનાથી હૃદોયનું દિલ તૂટી જાય છે.
અત્યંત નિરાશ એવો હૃદોય પોતાને દુઃખ આપવાનું નક્કી કરે છે અને તે સ્ટ્રીટ ફાઈટિંગ માટે તૈયાર થાય છે અને ઇરાદા પુર્વક માર ખાય છે. એમા સીનની જરૂરિયાત અનુસાર, અત્યંત જુસ્સો અને અત્યંત શક્તિની જરૂર હતી, રસપ્રદ બાબત એ હતી કે, લવિને સ્ટ્રીટ બોક્સિંગની તાલિમ લેવાનું નક્કી કર્યું અને કેટલીક સામાન્ય ટેકનીક પણ શિખી.
લવિન કહે છે, “હું હંમેશા ફિટનેસનો ઉત્સાહિ છું અને જ્યારે મેં આ ખાસ સ્ટ્રીટ ફાઈટ સિકવન્સ વિશે જાણ્યું ત્યારે, હું ખરેખર અત્યંત ઉત્સાહિત હતો. હું મારી જાતને તાલિમ આપવા ઇચ્છતો હતો અને તેથી જ મેં આ કળા શિખી જેનાથી તે વધુ વાસ્તવિક લાગે. મેં ઘણી કિક અને બોક્સિંગની ટેકનિક મારા ઇન્સ્ટ્રક્ટર પાસેથી શિખી અને રોજિંદા ધોરણે કેટલાક વધુ સમય સુધી તાલિમ લીધી. આ દરમિયાન હું આ સિકવન્સને પણ માણી રહ્યો હતો. સમયગાળો અત્યંત મુશ્કેલ અને તિવ્ર હતો, પરંતુ હું આશા રાખું છું કે, દર્શકો મારી આ સાઈડને જોઈને ખુશ થશે.
સારું, આ તો, તેની કળા પ્રત્યેના તેના કેટલાક પ્રતિબદ્ધતા અને સમર્પણ છે. તેના પાત્ર માટે કંઈક વધુ કરવા માટે લવિનને ખૂબ ખૂબ અભિનંદન.