કોઇ પણ પ્રકારની બિમારીમાં તબીબો મોટા ભાગે ફળફળાદીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપે છે. ફળફળાદીમાં શરીર માટે જરૂરી તમામ પ્રકારના પૌષક તત્વો રહેલા હોય છે જે શરીરને ફિટ અને સ્લીમ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. કેળા પણ આવી જ રીતે ઉપયોગી સાબિત થાય છે. નિયમિત રીતે કેળાનો ઉપયોગ કરનાર લોકોમાં કેટલીક બિમારીનો ખતરો પહેલાથી જ ઘટી જાય છે. ખાસ કરીને સ્ટ્રોકનો ખતરો બિલકુલ ઓછો થઇ જાય છે.
હાલમાં જ અમેરિકા અને ઇટાલિયન સંશોધકોએ નવા અભ્યાસમાં જણાવ્યું છે કે દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. આ અભ્યાસના તારણો રજુ કરતીવેળા ઘણ તારણો પણ આપવામાં આવ્યા છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે જે સ્ટ્રોકના ખતરાને ઘટાડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવે છે. બ્રિટીશ અને ઇટાલિયન સંશોધકોએ અભ્યાસના તારણો રજૂ કરતીવેળા જણાવ્યું છે કે દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે. અભ્યાસમાં જણાવ્યું છે કે બ્રેકફાસ્ટમાં એક, બપોરે જમતી વેળા એક, અને સાંજે પણ એક કેળુ ખાવાથી પુરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે. જે બ્રેનમાં લોહીના જથ્થાની તકોને ઘટાડી દે છે. આ તકોને પોટેશિયમ ૨૧ ટકા સુધી ઘટાડી દે છે.
તારણમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય પોટેશિયમ ધરાવતી ચીજ વસ્તુઓ ખાવાથી સ્ટ્રોકના ખતરાને અભૂતપૂર્વ રીતે ઘટાડી શકાય છે. દૂધ, ફીશ અને અન્ય ચીજ વસ્તુઓમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ છે. કેટલાક અગાઉના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે. પરિણામો ખૂબ જ સારા મળ્યા છે. નવેસરના અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ઘણી એવી બાબતો રજુ કરી છે. જે પ્રથમ વખત સપાટી ઉપર આવી છે. વૈજ્ઞાનિકોએ જુદા જુદા ૧૧ અભ્યાસમાંથી ડેટા લઈ લીધા હતા. છેક ૬૦ના દશકના આંકડા પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. એકંદરે પરિણામ કરતીવેળા તમામ અભ્યાસના તારણો પણ ધ્યાનમાં લેવાયા હતા.
આમા જાણવા મળ્યું કે ૧૬૦૦ એનજીની આસપાસ દરરોજ પોટેશિયમનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો મળે છે. આનાથી સ્ટ્રોકનો હુમલો ઘટી જાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હયો છે. જે બ્લડપ્રેસરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે શરીરમાં ફ્લુઈડના સંતુલનને નિયંત્રણમાં રાખે છે. ખૂબ ઓછા પ્રમાણમાં પોટેશિયમ હૃદયના ધબકારાને અનિયમિત બનાવવામાં ભુમિકા ભજવી શકે છે. આનાથી ડાયરિયા થવાનો ખતરો પણ રહે છે. યુનિવર્સિટી ઓફ વાર્વિક અને યુનિવર્સિટી ઓફ નેપલ્સના સંશોધકોએ કહ્યું છે કે પોટેશિયમનો જથ્થો મોટાભાગના દેશમાં દરરોજ જેટલી ભલામણ કરવામાં આવી છે તેનાથી ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે. પરંતુ જો લોકો વધુ પ્રમાણમાં પોટેશિયમની ચીજ વસ્તુઓ લેશે તો તેમાં ફાયદો છે. આનાથી સ્ટ્રોકના ગાળાને થતા મોતના આંકડાને ઘટાડી શકે છે. કેટલાક જાણકાર લોકો એમ પણ કહે છે કે તેમાં પુરતા પ્રમાણમાં કેલ્શિયમનુ પ્રમાણ રહે છે. જે હાડકાને મજબુત કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. કેળામાં તમામ પ્રકારના પૌષક તત્વો રહેલા છે. દરરોજ ત્રણ કેળાનો ઉપયોગ ફાયદાકારક છે. કેળાના ઉપયોગ મામલે નિષ્ણાંતો સહમત છે.