અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૧૬મી માર્ચ સુધીના ગાળામાં માત્ર ૧૬ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૧૬૬, કમળાના ૫૯, ટાઈફોઈડના ૧૦૬ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૨૭ કેસ સપાટી પર આવ્યા છે.
માર્ચ ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૫૧૪૯ નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૧૬મી માર્ચ ૨૦૧૯માં હજુ સુધી ૪૬૭૮૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે માર્ચ ૨૦૧૮માં ૨૨૭૬ સિરમ સેમ્પલની સામે આ વર્ષે ૧૬મી માર્ચ સુધીમાં ૫૪૦ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે.
૧૬મી માર્ચ ૨૦૧૯ સુધીમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી અનેક નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેÂક્ટરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. હજુ પણ સિઝનલ રોગને રોકવાના પ્રયાસો જારી છે જેના ભાગરુપે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે.