મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે કેવી રીતે પ્રતિભાસંપન્ન વ્યક્તિના મગજમાં નવા નવા અને સારા એવા વિચારો ખલબલી મચાવતા હોય છે. હવે આપણે જોઈશું કે આવા ઉત્સાહી વ્યક્તિઓનો એક એવો ગુણ કે જે એમને બીજા વ્યક્તિઓ કરતા કંઈક અલગ બનાવે છે.
આમ તો એવું જોવા મા આવ્યું છે કે પ્રતિભાશાળી લોકોના ઘણા બધા ખાસ ગુણોમાંથી એક ગુણ છે :- જીદ.
ના..! ના…! તમે સમજો છો એવી જીદ નહીં પણ એ લોકો પોતાના માટે જિદ્દી હોય છે. પોતાને જે કામ કરવું હોય એ કામ પુરું કરવા માટે એ પોતાના મન સાથે જીદ કરતા હોય છે. મનને કેળવવા માટે એ લોકો જીદ કરતા હોય છે. સફળ અને સફળ વ્યક્તિઓ વચ્ચેનો આ એક મહત્વનો તફાવત એ છે કે સફળ વ્યક્તિ મન સાથે જીદ કરીને કામ લે છે જ્યારે અસફળ વ્યક્તિઓ મનને મારીને કામ લે છે. મનને મારવાના લીધે જલ્દીથી ડિપ્રેશનમાં આવી જવાય છે અને પરિણામે પોતાના લક્ષ્ય અને કામ પરથી ધ્યાન હટી જવાને લીધે અસફળ થવાના ચાન્સ વધી જાય છે. જ્યારે સફળ વ્યક્તિઓ જીદ કરીને પોતાના મનને જીતે છે. મનને જીતવા અને મારવા વચ્ચે જ સફળતા અને અસફળતાનો આધાર રહેલો છે. મને તો લાગે છે કે પ્રતિભાશાળી લોકો પોતાના મનને જાણે કે અજાણેપણ ગોપાલસિંહ નેપાલીની આ કવિતા સંભળાવતા હશે કે,
कुछ ऐसा खेल रचो साथी!
कुछ जीने का आनंद मिले
कुछ मरने का आनंद मिले
दुनिया के सूने आँगन में, कुछ ऐसा खेल रचो साथी !
वह मरघट का सन्नाटा तो रह-रह कर काटे जाता है
दुःख दर्द तबाही से दबकर, मुफ़लिस का दिल चिल्लाता है
यह झूठा सन्नाटा टूटे
पापों का भरा घड़ा फूटे
तुम ज़ंजीरों की झनझन में, कुछ ऐसा खेल रचो साथी !
કે એ મન કૈક એવો ખેલ રચાવ કે જીવન અને મરણ આ બન્નેનો આનંદ મળે. જીવનનો આનંદ લેવાવાળા તો ઘણા છે, પણ જેને મરણનો આનંદ લેવો હોય એવા લોકો ખુબ ઓછા છે. અને આવા લોકો જ આ દુનિયાના આંગણામાં પોતાની એક અમીટ છાપ છોડને જતા હોય છે.તો આ ગીતમાં પણ આવા જ લોકોની મજબૂત માનસિકતા અને જીદને બતાવે છે એના શબ્દો કઈક આ પ્રમાણે છે :
ज़िद्दी ज़िद्दी ज़िद्दी ज़िद्दी ज़िद्दी है जुबान
ज़िद्दी ज़िद्दी ज़िद्दी ज़िद्दी अरमान
ज़िद्दी है तूफ़ान
ज़िद्दी हम भी यहाँ
હા, જીતવાની ઈચ્છા ધરાવતા લોકોની જીભ ખુબ જિદ્દી હોય છે. એકવાર એમના મોં માંથી કોઈ વાત નીકળી ગઈ એટલે ગમે એમ થાય પણ એ વાતને પુરી કર્યા પછી જ એ જંપે છે. પોતે વચનના બહુ પાક્કા હોય છે. એક રીતે જોઈએ તો આ લોકો માત્ર પોતાના માટે વચનસિદ્ધ હોય છે. આ સિદ્ધિ બહુ ઓછા લોકો પાસે હોય છે કે એક વખત એના મો માંથી વાત નીકળી ગઈ એટલે એને સાચી કરીને જ એમને નિરાંત થાય..!
સફળ લોકો માત્ર બોલીને કરી બતાવતા પણ એ લોકોના એમણે જોયેલા સપના માટે, એમના અરમાનો પુરા કરવા માટે પણ એટલા જ જિદ્દી હોય છે. કોઈપણ સંજોગોમાં તનતોડ મહેનત કરીને પણ તેમને મંજિલ મેળવવી હોય છે. આપણને એમ થાય કે આટલી બધી માથાકૂટ એ લોકો કોના માટે કરતા હોય છે.!!? લોકોને દેખાડવા માટે કે પોતે કેટલા કેપેબલ છે કે પછી પોતાનું નામ કરવા માટે..!? તો કે ના..! એ લોકો જીદ કરીને પણ અરમાન પુરા કરતા હોય છે કારણકે स्वान्तः सुखाय એમને પોતાને એમાં આનંદ આવતો હોય છે. નવા નવા મિશન પુરા કરવામાં આત્મસંતોષ મળતો હોય છે. એટલે એ લોકો રાતદિવસ એક કરીને પણ પોતાના સપના પુરા કરતા હોય છે. અને એમની જીદ પણ કેવી હોય તો કે કદાચ સામે કોઈ મોટું વાવાઝોડું કે તોફાન આવે કે ગમે એવી મોટી આફત આવે તો પણ એની પરવા કર્યા વગર પોતે પોતાના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખે છે અને એ મુસીબતની આંખમાં આંખ નાખીને એવું કહેતા હોય છે કે
हम तो सूरज हैं सर्द मुल्कों के
मूड आता है तब निकलते हैं
અમારી મરજી હોય ત્યારે અમે ઉગીએ એમ ગમે એવા તોફાન કે મુસીબતો સામે અમે હારીને બેસી નહિ જઈએ. કારણકે અમારી અંદર….
खलबली है खलबली… है खलबली….
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત