રંગોનો તહેવાર દસ્તક દઇ રહ્યો છે અને સૂકા ગુલાલ અને પાણીની ડોલમાં બનાવટી રંગદ્રવ્યો ઘટકો હોઇ શકે છે જે તમારી ત્વચાને કદાચ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે ઓર્ગેનિક રંગોનો પણ ઉપયોગ કરી રહ્યા હોય તો પણ કલાકો સુધી સૂર્યની અને ડહોળા પાણમાં ગાળો છો. ચિંતા ન કરશો, અમેઝોન બ્યૂટીના કન્ટેન્ટ લિડના સોબિયા મોઘુલ હોળી રમ્યા પછી પણ તમારી ત્વચાને ચળકતી રાખવા માટે થોડો સુચનો અને તરકીબો શેર કરે છે!
એસપીએફઃ સૂર્યના તાપ સામે તમારી ત્વચાને એસપીએફ ૨૫+ દ્વારા રક્ષણ આપો જે તમારી ત્વચે સૂર્યના આકરા કિરણો સામે રક્ષણ આપે છે અને તેનું ભેજમાં રૂપાંતર કરે છે તમારી ત્વચે રંગ, દૂળ અને ગરમી સામે જોખમ હોવાથી આ તત્વો સામે તમારી ત્વચાનું રક્ષણ કરવું આવશ્યક છે. તમારી ચહેરા, ગળા, હાથ અને શરીરના અન્ય ભાગ કે જેને જોખમ થવાની શક્યતા હોય તેની પર સારી રીતે મસાજ કરો.
નાળિયેરનું તેલઃ રંગોના અંતરાય તરીકે નાળિયેરના તેલનો ઉપયોગ કરો. આ તેલ તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે, જે અંતે ઓછો રંગ ગ્રહણ કરે છે. તેમજ તમારા વાળ પર પણ તેલ લગાવો જેથી તેને સખત કેમિકલ સામે રક્ષણ આપી શકાય. જો તમારી ત્વચા અને વાળ રક્ષણત્મક સ્તરો ધરાવતા હશે તો તેની પરથી રંગ દૂર કરવાનું સરળ બનશે. તમે નાળિયેરના તેલની સાથે એરંડાનું તેલ પણ તમારી ત્વચાને ભેજવાળી રાખવા માટે લગાવી શકો છો.
લિપ બામઃ રંગો તમારી હોઠની તિરાડમાં આસાનીથી દાખલ થઇ શકે છે કેમ કે આ વિસ્તારમાં દરેક તત્વોથી સામે જોખમ થવાનો ભય હોય છે. તમારા હોઠને સાફ કરો અને સારી ગુણવત્તાવાળા લિપ બામને ૪-૫ વખત લગાવી દો. જેથી તમારા હોઠ સુંવાળા અને ભેજયુક્ત રહે.
હેન્ડ ક્રીમઃ હોળી સ્કીનકેરને ધ્યાનમાં રાખતા આપણે અગત્યનું અંગ ભૂલી ગયા છીએ અને તે છે આપણા હાથ. તમારા નખ રંગોને ઝડપથી ગ્રહણ કરી લેશે અને તેનાથી છૂટકારો મેળવવો અશક્ય છે! તમારા નખ પર રંગ ન લાગે તે માટે અને નખના મૂળની ચામડીને નુકસાન થતુ રોકવા માટે હેન્ડ ક્રીમના જાડા સ્તરો કરો, તમારા નખને કાપીને ટૂંકા કરો અને હોળી પહેલા નખ પર એક્રેલિક કે જેલ લગાવશો નહી.
શોવર જેલઃ સખત સાબુનો ઉપયોગ કરવાને બદલે તમારા શરીર પરથી રંગના ડાઘા કાઢવા માટે કુદરતી શોવર જેલનો ઉપયોગ કરો. સખત સાબુથી તમારી ત્વચા સૂકી થઇ શકે છે. તમે ગલકાનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારી ત્વચા પર સંભાળપૂર્વક લગાવો જેથી તમારી ત્વચના નાજુક પીએચ સંતુલનને જાળવી શકાય.
શેમ્પુઃ નુકસાન સામે સંપૂર્ણપણે તમારા રંગના અંશોને રક્ષવા અશક્ય છે, પરંતુ તમે મોઇશ્ચર લોક શેમ્પુ કે જે માઇલ્સ અને નરમ કન્ડીશનીંગ ગુણધર્મો ધરાવે છે તેને અપનાવીને તારા વાળને ખરાબ થતા અટકાવી શકો છો. એક જ સમયે તમારા વાળને અનેક વાર ધોશો નહી, તેના બદલે વાળ ધોવા માટે સમય જવા દો જેથી તમારી ખોપરીમાં કુદરતી તેલ ખલાસ ન થઇ જાય અને તે સંપૂર્ણપણે સૂકાઇ ન જાય.
ફેસ સ્ક્રબઃ મૃત ત્વચા થતી રોકવા અને છિદ્રો ભરાઇ જતા રોકવા માટે તહેવારો પછી દિવસમાં એક વાર ફેસ સ્ક્રબનો ઉપયોગ કરો. તમારા ચહેરા પર ગોળાકાર રીતે નરમાઇથી તેને લગાવો અને તમે તમારા શરીર પર જોખ સંભવિત વિસ્તાર પર પણ લગાવી શકો છો. તેને હૂંફાળા પાણીથી ધોઇ નાખો અને સૂકાતી રોકવા માટે કોઇ મોઇશ્ચર લગાવો.
ફેસ માસ્કઃ હોળી બાદની માવજતનો આ એક ભાગ છે, કેમ કે તમારી ત્વચાને હોળી દરમિયાનના અસંખ્ય કેમિકલ્સ અને તત્ત્વોનું જોખમ રહેલું છે, ત્યારે તમે તમારી ત્વચાની તીવ્રતા ઓછી કરવા માટે હર્બલ ફેસનો ઉપયોગ કરી શકો છો. તમારી ત્વચા પર તેને નરમાઇથી લગાવો અને તેને ૧૦-૧૫ મિનીટ સુધી રહેવા દો. માસ્ક તમારી ત્વચાને રક્ષણ પૂરું પાડશે, ગુમાવી દીધેલા ભેજને ફરીથી પ્રાપ્ત કરવા માટે સહાય કરશે અને એક સુંદર ક્લિન્સર તરીકે કામ કરશે. ૧-૨ વખત લગાવ્યા બાદ તમને લાગશે તમારી ત્વચા સામાન્ય સ્વરૂપમાં આવી રહી છે.