અમદાવાદ: અમદાવાદમાં અંદાજે ૫ લાખ લોકો કિડનીની કોઈક પ્રકારની બીમારીથી પીડિત છે, જેમાં પ્રત્યેક વર્ષે અંદાજે ૧,૫૦૦ જેટલા નવા દર્દીઓને ડાયાલિસીસ અથવા કિડનીના પ્રત્યારોપણની જરૂર પડે છે. તેમ છતાં અમદાવાદમાં વાર્ષિક માત્ર ૫૦૦થી ૬૦૦ કિડની પ્રત્યારોપણ ના કેસ થઈ રહ્યા છે તેમ જ કિડનીની માગ તેના પુરવઠા કરતાં અનેક ગણી વધુ છે. વર્લ્ડ કિડની ડેના પ્રસંગે શેલ્બી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ્સ દ્વારા આમ જણાવાયું હતું.
અમદાવાદની શેલ્બી હોસ્પિટલ્સના કન્લટન્ટને ફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. જીગર શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ‘ક્રોનિક કિડની ડિસીસ (સીકેડી – કિડનીની દીર્ઘકાલીન બીમારી)ને ત્રણ મહિનાથી વધુ સમયથી કિડની માળખા અથવા સંચાલનમાં કોઈ વિકૃતિ તરીકે ઓળખી કાઢવામાં આવી છે. સી કે ડી રજિસ્ટ્રી મુજબ ભારતમાં ૬% લોકો સિગ્નિફિકન્ટ કિડની ડિસીસ (સ્ટેજ ત્રણ અને વધુ, ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ પ્રતિ મિનિટ ૬૦ મીલીથી ઓછો)થી પીડિત છે. જો કે, ગુજરાતમાં સિગ્નિફિન્ટ ક્રોનિક કિડની ડિસીસનું પ્રમાણ રાજ્યની વસતીના અંદાજે ૮.૯ ટકા જેટલું છે.’
ડોક્ટરો પણ દેશમાં ક્રોનિક કિડની ડિસીસના મુખ્ય કારણો સુધી પહોંચી ગયા છે. ડો. જીગર શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ‘સીકેડીના ટોચના ત્રણ ગંભીર કારણોમાં ડાયાબીટીસ (બધા જ કેસોમાં ૩૦ ટકા જેટલું યોગદાન), હાઈપરટેન્શન (૧૫ ટકા), અને ગ્લો મેરુલોને ફ્રિટિસ (૧૫-૨૦ ટકા)નો સમાવેશ થાય છે. અન્ય જોખમી પરીબળોમાં સ્થૂળતા, ધૂમ્રપાન અને ઓવર ધ કાઉન્ટર પેઈન કિલર્સનો વધુ પડતો ઉપયોગનો સમાવેશ થાય છે.’
સીકેડી સામે નિવારક પગલાં અંગે વાત કરતાં ડો. જિગર શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ‘કિડનીની બીમારીને દૂર રાખવા માટે લોકોએ દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પ્રવાહી પીવું જોઈએ, ઓવર-ધ-કાઉન્ટર પેઈન કિલર્સનો વપરાશ ટાળવો જોઈએ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા જોઈએ, ધૂમ્રપાન બંધ કરો અને નિયમિત કસરત અને સારા આહાર સાથે સામાન્ય જીવનશૈલી અપનાવવી જોઈએ. અને દર્દી ઈએસઆરડી (એન્ડ સ્ટેજ કિડની ડીસીસ) સુધી પહોંચે છે ત્યારે તેને હૃદય જેવા શરીરના અન્ય મહત્વના અંગોને વધુ નુકસાન થતું અટકાવવા માટે કિડની પ્રત્યારોપણની જરૂર પડે છે. ૬૦ વર્ષથી ઓછી વયના દર્દીઓ માટે કિડની ફેલ્યોર માટે કિડનીનું પ્રત્યારોપણ જ સૌથી શ્રેષ્ઠ સારવાર છે. કિડનીના પ્રત્યારોપણ માટે જીવંત દાતાની અછતના કારણે બ્રેઈન ડેડ દર્દીઓમાંથી અંગદાન (કેડવેરિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) વર્તમાન સમયની જરૂર છે.’
અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ્સના કન્લટન્ટને ફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. કમલ ગોપલાણીએ જણાવ્યું હતું કે, ‘પ્રારંભિક તબક્કામાં જ કિડનીની બીમારીના નિદાનથી આ બીમારીને વધતી અટકાવવામાં મદદ મળી શકે છે અને દર્દીને ડાયાલિસીસથી પણ બચાવી શકાય છે. કમનસીબે, કિડની ફેલ્યોરના લક્ષણો માત્ર ત્યારે જ દેખાવાના શરૂ થાય છે જ્યારે કિડની ફેલ્યોરનું પ્રમાણ ૯૦ ટકા જેટલા ઊંચાસ્તરે પહોંચી ગયું હોય છે. તેથી લોકો માટે કિડનીની કામગીરીની નિયમિત તપાસ ખૂબ જ મહત્વની બની જાય છે. ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર અથવા પરિવાર માં કિડનીની બીમારીનો ઈતિહાસ ધરાવનારા લોકોએ વર્ષમાં એક વખત કિડનીની કામગીરીની તપાસ કરાવવી જોઈએ.’
તેમણે ઉમેર્યું હતું કે, ‘કિડની બીમારીના અંતિમ તબક્કામાં કિડનીની કામગીરી માત્ર ૧૫ ટકા સુધી મર્યાદિત થઈ જાય છે. આ પ્રકાર ના કિસ્સામાં ડાયાલીસીસ અથવા કિડનીના પ્રત્યારોપણને સારવારનો સલામત અને અસરકારક માર્ગ માનવામાં આવે છે. સપ્તાહમાં બે અથવા ત્રણ વખત નિયમિત હેમોડાયાલીસીસ સાથે કિડનીનો દર્દી સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી શકે છે. ૬૦ વર્ષથી ઓછી વયના દર્દીઓ માટે કિડની ફેલ્યોર માટે કિડનીનું પ્રત્યારોપણ જ સૌથી શ્રેષ્ઠ સારવાર છે. ભારતમાં પ્રત્યેક વર્ષે ૧૫,૦૦૦થી વધુ નવા દર્દીઓનું ડાયાલિસીસ શરૂ થાયછે અને અંદાજે ૪,૫૦૦ દર્દીઓ કિડનીનું પ્રત્યારોપણ હાથ ધરવામાં આવે છે.’
ડો. વિક્રમ આઇ. શાહ દ્વારા ગુજરાતના અમદાવાદમાં ૧૯૯૪માં સ્થપાયેલી શેલ્બી હોસ્પિટલ્સ (શેલ્બી લિમિટેડ) સમગ્ર ભારતમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સની ચેઈનનું સંચાલન કરે છે, જેની એકીકૃત બેડ ક્ષમતા ૨૦૦૦થી વધુ હોસ્પિટલ બેડની છે. શેલ્બી હોસ્પિટલ્સ વિશ્વનું જાણીતું જોઈન્ટ રીપ્લેસમેન્ટ સેન્ટર છે જે અનેક રેકોડ્ર્સ ધરાવે છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક ૧૦૦,૦૦૦થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે અને આ સંખ્યા દિવસને દિવસે વધી રહી છે.
શેલ્બીના સેન્ટર ઓફ એક્સલન્સ ઓર્થોપેડિક્સ, જોઈન્ટ રીપેલ્સમેન્ટ સર્જરી, ક્રિટિકલ કેર અને ટ્રોમા, કરોડરજ્જૂની શસ્ત્રક્રિયા, ન્યૂરોલોજી અને ન્યૂરો સર્જરી, ઓર્થો-ઓન્કોલોજી સર્જરી, કાર્ડિયોલોજી અને મિનિમલ ઈન્વેસિવકાર્ડિકસર્જરી, સ્પોટ્ર્સ ઈન્જરી, કિડની અને લીવર ટ્રાન્સ પ્લાન્ટ્સ, હીપેટો-બિલિઅરી સર્જરી, પિડિયાટ્રિક્સ, મેડિકલ ઓન્કોલોજી અને ઓન્કો સર્જરી, ઓન્કો-રેડિયેશનથેરપી, ડેન્ટલ કોસ્મેટિક્સ અને ઈમ્પ્લાન્ટોલોજી, ઓપ્થેલમોલોજી, પ્લાસ્ટિક અને રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી અને રેમ્યુટોલોજી જેવી વ્યાપક સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડે છે. આજે શેલ્બી પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારતના શહેરો – અમદાવાદ, સુરત, વાપી, જયપુર, ઈન્દોર, જબલપુર, મોહાલી અને મુંબઈમાં ૧૧ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ધરાવે છે.