ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દેનાર લિપસ્ટિક હોંઠને ઝેરી બનાવી રહી છે તેવા હેવાલના સમયમાં હેવાલ આવ્યા બાદથી આને લઇને એક નવી ચર્ચા છેડાઇ ગઇ છે. શુ ક્યારેય તમે તમારી મોમ અથવા તો સિસ્ટરની લિપસ્ટિક ટ્રાઇ કરી છે. કમ સે કમ બાળપણમાં તો ચોક્કસપપણે ટ્રાઇ કરી હશે. જ્યારે તમે લમારી મોની લિપસ્ટિક ટ્રાઇ કરતા હતા ત્યારે કઇ રીતે ફટકાર પડતી હતી. તે ફટકાર એટલા માટે નહી પડતી હતી કે તમે તેમની લિપસ્ટિક લગાવી લીધી છે પરંતુ એટલા માટે પડતી હતી કે લિપસ્ટિક મોમાં જવાથી તેની આરોગ્ય પર માઠી અસર થાય છે.
હાલમાં જ કરવામાં આવેલા એક રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે દરરોજ લાખો મહિલાઓ તો દિવસમાં કેટલીક વખત લિપસ્ટિક લગાવી લે છે. આખરે આ ચીજ જ એવી છે. લિપસ્ટિક મહિલાઓની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દેવામાં ભૂમિકા અદા કરે છે. પરંતુ ખુબ ઓછી મહિલાઓ અને યુવતિઓ આ અંગે જાણે છે કે આના કારણે પણ નુકસાન થાય છે. આ આરોગ્ય માટે નુકસાનકારક છે તે બાબતથી યુવતિઓ વધારે સાવધાન અને વાકેફ નથી. લિપસ્ટિક કેમ નુકસાનકારક અને આરોગ્યને નુકસાન કરે છે તેવા પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે. હકીકતમાં લિપસ્ટિકમાં લેડનુ પ્રમાણ હોય છે. જે એક ન્યુરોટોક્સિન છે. તેના કારણે લ‹નગ અને લૈગ્વેજ સંબંધી સમસ્યા ઉભી થાય છે. જા કે તમામ લિપસ્ટિકમાં લેડનુ પ્રમાણ હોય તે જરૂરી નથી. કંપનીઓ હવે આનાથી વધારે વિચારી રહી છે. કોઇ પણ કંપની પોતાની બ્રાન્ડમાં ઇન્ગ્રીડિયેટ્સ લીડનુ પ્રમાણ હોવાની માહિતી આપે છે. સૌથી પરેશાનની બાબત એ છે કે લિપ્સ અમારી બોડીના એક એવા હિસ્સા તરીકે છે જ્યાંથી કોઇ પણ ચીજ અમારા શરીરમાં સીધી રીતે પ્રવેશ કરી જાય છે.
એટલે કે જો લિપસ્ટિકમાં લેડનુ પ્રમાણ છે તો લિપ્સ સરળતાથી તેને અબ્જાર્બ કરી નાંખે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા હાલમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસ બાદ કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે એક મહિલા લિપસ્ટિક લગાવે છે અને ત્યારેબાદ તેને બેથી ૧૪ વખત એપ્લાય કરે છે. આવી Âસ્થતીમાં તે દિવસમાં ઓછામાં ઓછા ૮૭ મિલીગ્રામ લિપસ્ટિક ઓબ્જર્વ કરે છે. કોસ્મેટિક ફિજિશન ડોક્ટર રશ્મી શેટ્ટીનુ કહેવુ છે કે જા કોઇ મહિલા દરરોજ લિપસ્ટિક લગાવે છે તો તેના માટે કેટલીક બાબતો ચોક્કસપણે ચિંતાજનક રહેલી છે. તેને સાવધાન થઇ જવાની જરૂર છે. લાલ અને ઘેરા રંગની લિપસ્ટિકમાં ઘાતુનુ પ્રમાણ વધારે હોય છે. લિપસ્ટિક લગાવ્યા બાદ હોઠને વારંવાર યુવતિઓ અને મહિલાઓ ચાટી નાંખે છે. અથવા તો લાંબા સમય સુધી ટકી શકે તેવા કલર પણ આજના સમયમાં લગાવવામાં આવે છે. આના કારણે ભારે નુકસાન થાય છે. લિપસ્ટિકમાં લેડ સહિત કેટલીક ધાતુનુ પ્રમાણ ખુબ વધારે હોય છે.
જેથી આ ચીજો મોમાં જતી રહે તો તેના કારણે મેજર લેવલ પર નુકસાન થતુ નથી પરંતુ તેની સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાંત લોકો અને બ્યુટિશિયન તેમજ કોસ્મેટિક ક્ષેત્ર સાથે જાડાયેલા લોકો સલાહ આપે છે કે લિપસ્ટિક અને અન્ય કોઇ પણ પ્રકારની કોસ્ટેમિક ચીજાને બાળકોથી દુર રાખવામાં આવે તે જરૂરી છે. કારણ કે બાળકોને તે ચોક્કસપણે ભારે નુકસાન કરે છે. સામાન્ય બાબત એ છે કે લિપસ્ટિક લગાવવાથી પહેલા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. લિપસ્ટક લગાવતા પહેલા હોંઠ પર બેસ લગાવવામાં આવે તે જરૂરી છે. દિવસભર લિપસ્ટિક લગાવવાની ટેવ છોડી દેવાની જરૂર છે. આ અભ્યાસના તારણ લાખો મહિલાઓ માટે ઉપયોગી છે કારણ કે નોકરી કરતી મહિલાઓ અને આધુનિક મહિલાઓ તો ઘરથી બહાર નિકળતી વેળા મેક અપ વગર બહાર નિકળતી પણ નથી. આવી સ્થિતીમાં આ અભ્યાસના તારણ તેમના માટે ઉપયોગી છે. અમેરિકામાં કરવામાં આવેલા આ અભ્યાસના તારણથી કેટલીક મહિલાઓ સહમત નથી. તેમના કહેવા મુજબ આના કારણે નુકસાન કોઇ વધારે નથી. ખુબસુરત દેખાવવા માટે થોડાક પ્રમાણમાં તેઓ બાંધછોડ કરવા માટે તૈયાર છે. જા કે કેટલીક સાવધાની રાખતી મહિલાઓ અભ્યાસના તારણને ધ્યાનમાં લઇ રહી છે.