આજે સોશિયલ મિડિયાના યુગમાં કોઇ પણ પ્રકારની માહિતી છુપાવવી ખુબ મુશ્કેલ છે. પરંતુ સોશિયલ અને મુખ્ય ધારાના મિડિયાની વચ્ચે પણ કેટલાક અંતર રહેલા છે. મુખ્ય ધારાના મિડિયાની સાથે જવાબદારી અને શિસ્ત બંને બાબતો જોડાયેલી છે. જ્યારે સોશિયલ મિડિયા પર આની કોઇ જરૂર દેખાતી નથી. આ જ કારણછે કે સોશિયલ મિડિયાને આજે એક હદ બાદ ગંભીરતાથી લોકો લેતા નથી. મુખ્ય ધારાના મિડિયાને સર્વોચ્ચ ગંભીરતા સાથે લેવામાં આવે છે. સોસિયલ મિડિયા મારફતે આવેલી માહિતીને લઇને હમેંશા પ્રશ્નો થતા રહે છે.
સોશિયલ મિડિયામાં જે માહિતી જાહેર કરવામાં આવે છે તે માહિતી એ વખતે જ નોંધ લેવા લાયક બની શકે છે જ્યારે મુખ્ય ધારાના મિડિયામાં તેને મહત્વ આપવામાં આવે છે. સોશિયલ મિડિયા આજે સૌથી વધારે સક્રિય છે. સોશિયલ મિડિયાના કારણે ચોકીદારીનુ તંત્ર વિકસિત થઇ શક્યુ છે. તેમ છતાં આ મંચ પર આજે પણ મોટા ભાગની માહિતી જે આવે છે તેને લઇને વિશ્વાસ ઓછો રહે છે. આવી સ્થિતીમાં યુદ્ધ જેવા માહોલમાં સોશિયલ મિડિયામાં સક્રિય રહેલા લોકોએ આડેધડ માહિતી આપવી જાઇએ નહીં.
કારણ કે આના કારણે સ્થિતી વધારે ગંભીર બની શકે છે. આવી સ્થિતીમાં યુદ્ધ જેવા માહોલમાં સમાચારો અને વિચારોના ફેલાવા માટે મુખ્ય ધારાના મિડિયાની તુલના સોશિયલ મિડિયા સાથે કરવાની બાબત બિલકુલ અયોગ્ય હોય છે. સોશિયલ મિડિયા પર ઘરમાં બેઠેલા લોકો કોઇ પણ પ્રકારની વિચારણા કર્યા વગર પોતાની ઇચ્છાથી કોઇ પણ નિવેદન કરી નાંખે છે. જો કે મુખ્ય ધારાના મિડિયામાં ખાતરી કરવામાં આવ્યા બાદ કોઇ માહિતી જાહેર કરવામાં આવે છે. એંકદરે યુદ્ધ જેવા માહોલમાં સોશિયલ મિડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ ખુબ સાવધાની પૂ્ર્વક કરવામાં આવે તે જરૂરી છે. હાલમાં જે લોકો સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે તેમને ગંભીરતા રાખવાની જરૂર છે.