જો તમે આકાશની ઉંચાઇને સ્પર્શ કરવાના સપના ધરાવો છો તો એર હોસ્ટેસ બનીને પોતાના સપનાને સાકાર કરી શકાય છે. આધુનિક સમયમાં આનો ક્રેઝ પણ વધી રહ્યો છે. બાળપણમાં કોઇ વિમાનને ઉડતા જાઇને તેનીઅંદર બેસવા અને તેમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતી યુવતિઓ આના માટે આગળ આવી શકે છે. જો તમે દુનિયાભરમાં ફરવા માટેના શોખ ધરાવો છો તો તમારા માટે આ નોકરી સૌથી બેસ્ટ સાબિત થઇ શકે છે. આકાશમાં ઉડવા માટેના સપના ધરાવતી યુવતિ આ ક્ષેત્રમાં આવી શકે છે અને કેરિયર બનાવી શકે છે. જો તમારા ઇરાદા મજબુત છે તો આપ એર હોસ્ટેસ તરીકે કેરિયરની પસંદગી કરી શકાય છે. વર્તમાન સમયમાં ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતમાં સૌથી ઝડપથી તેજી આવી રહી છે.
આવી સ્થિતીમાં એર હોસ્ટેસની બોલબાલા પણ વધનાર છે. જેથી આમાં પ્રગતિ ખુબ વધારે રહેલી છે. એક સફળ એક હોસ્ટેસ બનવા માટે આકર્ષક વ્યક્તિત્વ સૌથી પ્રથમ પ્રાથમિકતા છે. સાથે સાથે ફિજિકલ ફિટનેસ પણ સૌથી વધારે જરૂરી હોય છે. આપને કેટલીક ભાષાની માહિતી રહે તે જરૂરી છે. પ્લીજેન્ટ વોઇસ અને ગુડ કોમ્યુનિકેશન સ્કીલ પણ આના માટે જરૂરી હોય છે. સાથે સાથે ટીમ ભાવના, સિસ્ટેમેટિક અપ્રોચ , પ્રજેન્સ ઓફ માઇન્ડ, પોઝિટીવ એટીટ્યુટ, તેમજ સેંસ ઓફ હ્યુમર આપના કામને વધારે સરળ બનાવી શકે છે. આ તમામ બાબતો એર હોસ્ટેસ બનવા માટે સૌથી પહેલી જરૂરીયાત હોય છે. આપને દરેક પ્રકારની સ્થિતીથી બહાર આવવા માટે માત્ર શારરિક જ નહીં બલ્કે માનસિક રીતે પણ તૈયાર થવાની જરૂર હોય છે.
દેશમાં અનેક સંસ્થાઓ આ ક્ષેત્રની ચાલી રહી છે. જેમાં ફ્લાઇંગ ક્વીન એર હોસ્ટેસ, નવી દિલ્હી, વિગ્સ એર હોસ્ટેસ એન્ડ હોસ્પિટાલિટી ટ્રેનિંગ સેન્ટર વડોદરા, ટીએમઆઇ એકેડમી ઓફ ટ્રાવેલ ટ્યુરિઝમ એન્ડ એવિએશન સ્ટડીઝ મુબઇ તેમજ એર હોસ્ટેસ એકેડમી ઓફ બેંગ્લોર કર્ણાટકનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવેછે. આમાં પ્રવેશ માટે કેટલીક શરતો પણ હોય છે. જે પાળવામાં આવે તે જરૂરી હોય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે એક હોસ્ટેસ વિમાની યાત્રામાં મોટી જવાબદારી અદા કરે છે. જેમાં ઇન ફ્લાઇટ જાહેરાત, તેમજ અંતર વિભાગો , સમન્વયની જાણકારી આપે છે. વિમાની યાત્રીઓની સુરક્ષાની ખાતરી કરવાની બાબત પણ તેની સાથે જાડાયેલી છે. તેમને સુરક્ષા પ્રક્રિયાઓ અંગે માહિતી આપવામાં આવે છે. ઇમનજન્સી વેળા અથવા તો સંકટની સ્થિતીમાં તમામ સહાયતા તેમના દ્વારા કરવામાં આવે છે. ભોજન ઉપલબ્ધ કરાવવાની કામગીરી પણ તેઓ સંભાળે છે. શૈજ્ઞણિક લાયકાતની વાત કરવામાં આવે તો કોઇ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ૧૨મુ પાસ જરૂરી છે. આપની વય ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઇએ. સાથે સાથે આપની હાઇટ પાંચ ફુટ બે ઇન્ચ જેટલી હોવી જોઇએ. તમામ લોકો જે જાણકાર છે તે કહે છે કે ડોમેસ્ટિક એરલાઇન્સની એર હોસ્ટેસનો પગાર શરૂઆતમાં ૨૫ હજારથી લઇને ૪૦ હજાર સુધી હોય છે. સીનિયર પોઝિશનમાં રહેલી એર હોસ્ટેસનો પગાર ૫૦ હજારથી લઇને લાખો રૂપિયામાં હોય છે. પ્રાઇવેટ એરલાઇન્સ દ્વારા પણ હવે સારા પેકેજ આપવામાં આવી રહ્યા છે. એર હોસ્ટેસને સારી જાબની ગેંરટી છે.
ડોમેસ્ટિકની સાથે સાથે ઇન્ટરનેશનલ અને પ્રાઇવેટ એરલાઇન્સમાં પણ એર હોસ્ટેસ જાબ સરળતાથી મળી રહે છે. પ્રમોશનથી સિનિયર ફ્લાઇટ અટેન્ડેન્ટ અથવા તો હેડ અટેન્ડેન્ટ બની શકાય છે. આપ ઇચ્છો તો મેનેજમેન્ટ લેવલ પર કામ કરી શકો છો. દુનિયાના દેશોમાં આધુનિક સમયમાં એવિએશન સેક્ટરમાં જારદાર તેજી આવી રહી છે તેવી સ્થિતીમાં એર હોસ્ટેસની નોકરી મેળવીને શાનદાર કેરિયર બનાવી શકા છે. આવનાર સમયમાં ભારતમાં એવિએશન સેક્ટરમાં સૌથી વધારે તેજી આવનાર છે. આવી સ્થિતીમાં કોઇ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ટ્રેનિંગ મેળવી ચુકેલી યુવતિઓ સરળતાથી એરહોસ્ટેસ તરીકે એન્ટ્રી મેળવી શકશે તેમાં કોઇ બે મત નથી. આ ક્ષેત્રમાં નોકરીની વ્યાપક તક છે. સારા પેકેજ પણ રહેલા છે.