ઓકલેન્ડ : ઓકલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટ્વેન્ટી મેચ રમાનાર છે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી પડશે. પ્રથમ મેચ ગુમાવી દીધા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ બીજી મેચમાં જારદાર દેખાવ કરીને વાપસી કરવા તૈયાર છે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય ટીમ પર દબાણ છે. રોહિત શર્મા, શિખર ધવન અને એમએસ ધોની પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.
ન્યુઝીલેન્ડ ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ટ્વેન્ટી શ્રેણી જીતીને સંતોષ માનવાના હેતુ સાથે મેદાનમાં ઉતરશે.વેલિંગ્ટન ખાતે અગાઉ રમાયેલી પ્રથમ ટ્વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં જારદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધાિરત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન ખડક્યા હતા જેમાં શેફર્ટે ૪૩ બોલમાં ઝંઝાવતી ૮૪ રન બનાવ્યા હતા તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી
આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જારદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી.ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જારદાર જીત મેળવી હતી.ભારતીય ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. બંને ટીમ નીચે મુજબ છે.
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), બ્રેસવેલ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, ગુÂપ્ટલ, સ્કોટ, ડેરિલ મિશેલ, મુનરો, સેન્ટનર, શેફર્ટ, શોઢી, સાઉથી, ટેલર, ટિકનર
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ચહલ, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઋષભ પંત, વિજય શંકર, શુભમન ગિલ.